આજનું હવામાન : ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન, જુઓ Video

| Updated on: Mar 18, 2025 | 8:16 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહે તેવી શક્યતા છે. કચ્છમાં હજી પણ કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહે તેવી શક્યતા છે. કચ્છમાં હજી પણ કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. દીવમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ ગુજરાતમાં હાલ પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતના અલગ અલગ શહેરોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો જોવા મળી શકે છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

આજે અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, મોરબી, સુરત, સુરેન્દ્રનગર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમરેલી, ભરૂચ, જુનાગઢ, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, પોરબંદર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, અરવલ્લી, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.