Ahmedabad: સાબરમતી નદીમાં કૂદીને શિક્ષકનો આપઘાત, પત્ની અને સાસુ ત્રાસ ગુજારતા હતા દુષ્પ્રેરણની નોંધાઈ ફરિયાદ, જુઓ Video
અમદાવાદમાં એક કોમ્પ્યુટર શિક્ષકે સાબરમતી નદીમાં કુદીને આપઘાત કરી લીધો હતો. આપઘાતના પાંચ દિવસ બાદ હવે રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને શિક્ષકે આપઘાત કરી લીધો હતો. પિયરમાં જતી પત્નિને તેની માતા ચઢામણી કરતી હતી. જેની વાતોમાં આવીને પતિ પર ત્રાસ ગુજરાતી હોવાને લઈ આખરે શિક્ષક પતિએ આપઘાત કરી લીધો હતો.
અમદાવાદમાં એક કોમ્પ્યુટર શિક્ષકે સાબરમતી નદીમાં કુદીને આપઘાત કરી લીધો હતો. આપઘાતના પાંચ દિવસ બાદ હવે રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને શિક્ષકે આપઘાત કરી લીધો હતો. પિયરમાં જતી પત્નિને તેની માતા ચઢામણી કરતી હતી. જેની વાતોમાં આવીને પતિ પર ત્રાસ ગુજરાતી હોવાને લઈ આખરે શિક્ષક પતિએ આપઘાત કરી લીધો હતો.
આ પણ વાંચોઃ Rohit Sharma: રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા, હિટમેને હાંસલ કર્યુ ખાસ મુકામ
શિક્ષકે સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ પરથી કુદીને આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો અને એ વીડિયોને આધારે હવે પોલીસે ગુનો નોંધ્યો છે. મૃતક શિક્ષકની પત્નિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધીને પોલીસે તપાસ શરુ કરી છે. સાસુ અને પત્નિની ધરપકડ કરવા માટે થઈને પોલીસે તજવીજ શરુ કરી છે. જોકે બંને હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેમના સુધી પહોંચવા માટે કાર્યવાહી શરુ કરાઈ છે.
આપઘાત પહેલા વીડિયો શેર કર્યો
આત્મહત્યા કરતા પહેલા એક વીડિયોમાં જોવા મળતો આ યુવક ગુફરાન ગૌસી છે. તેના જિંદગીના અંતિમ શબ્દો છે કે, જેમાં તે પોતાની પત્ની ફરહીનબાનું કહી રહ્યો છે કે,અબ ખુશ હો જાના ફરહીન તેરી મમ્મી કો કહેના હમે અલગ કર દિયાના હર લડાઈ મે આપકા હી સાથ થા. આમ કહી પત્ની ફરહીન અને સાસુ ઇસરત જહાં દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસની આપવીતી રજૂ કરી જીવન ટૂંકાવ્યું હતું. મૃતક ગુફરાને તેની પત્ની ફરહીન અને માતા ઇસરતજહાં એ હેરાન-પરેશાન કરી માનિસક ત્રાસ આપી મરવા મજબૂર કર્યો. જેને લઈ મૃતક ગુફરાન પત્ની અને સાસુનું ત્રાસ સહન ન કરતા 7 સપ્ટેમ્બર ના રોજ ગુફરાન રિવરફ્રન્ટ પર નદી કૂદી જીવન ટુંકાવ્યું હતું. જ્યાં રિવરફ્રન્ટ સરદાર બ્રિજ વોક વે પર ગુફરાન મોબાઇલ અને એક્ટિવા ચાવી મળી હતી. જેના આધારે નદીમાં તપાસ કરતા ગુફરાન લાશ મળી આવી હતી. જે ગુફરાન મોબાઇલ જોતા આ અંતિમ વિડ્યો સામે આવ્યો હતો. જેના આધારે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસમાં દુષ્પેરણા ગુનો નોંધવામાં આવ્યો છે.
શિક્ષક હતો મૃતક
મૃતક ગુફરાન ખાનપુરમાં રહે છે અને કોમ્પ્યુટર ટીચર તરીકે નોકરી કરે છે. ગુફરાનએ સામાજિક રીતરિવાજ મુજબ વેજલપુર રહેતી ફરહીનબાનું સાથે 31 મે 2023ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ફરહીનબાનું હરવા ફરવા ખૂબ શોખ હોવાથી બન્ને વચ્ચે ઝઘડા થતાં હતાં તેવામાં મહોરમનો તહેવાર હોવાથી ગુફરાન તેની પત્ની પિયર મુકવા ગયો હતો. જે બાદ તહેવારના બીજા દિવસ ગુફરાન લેવા જતા ફરહીન પરત આવાની ના પાડી અને ફરહીન માતાએ ચઢામણી કરતા કહ્યું કે, તારે જે કરવું હોય તે કર જીવવું હોય તો જીવ કાલે મરતો હોય તો આજે મર. મારી દીકરીને તારી સાથે નહિ મોકલું તેમ કહી મરવા ઉશેકરણી કરી ગુફરાન અને તેના પરિવાર ના નંબર બ્લોક લિસ્ટમાં મૂકી દીધા હતા.
જે બાદ ગુફરાન ટેન્સનમાં ફરતો હતો. જોકે આ બાદ ગુફરાન ડિપ્રેશનમાં આવી જતા તેની દવા શરૂ કરી હતી. ગુફરાને અંતિમ વીડિયોમાં પત્ની કહ્યું કે જ્યારે તને હોસ્પિટલમાં દાખલ કરી હતી ત્યારે હું એકલો જ તારી સાથે હતો બીજું કોઈ જ ન હતું અને અત્યારે તું મારી જોડે નથી તારી મમ્મીના કહેવાથી,આમ કરી પતિ-પત્નીના ઝઘડામાં સાસુ વચ્ચે પડી હેરાન કરતા હોવાનો વીડિયોમાં આક્ષેપ કર્યો છે. હાલ સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી દીકરાને ગુમાવનાર માતા-પિતા કહેવું છે કે આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી છે.
