હવે અમદાવાદ એરપોર્ટ પર ચા-નાસ્તાનું નહીં ચુકવવું પડે લાંબુ બિલ, ઉડાન યાત્રી કેફેનું કરાયું લોકાર્પણ, જુઓ Video

હવે અમદાવાદ એરપોર્ટ પર ચા-નાસ્તાનું નહીં ચુકવવું પડે લાંબુ બિલ, ઉડાન યાત્રી કેફેનું કરાયું લોકાર્પણ, જુઓ Video

| Edited By: | Updated on: Mar 08, 2025 | 2:46 PM

અમદાવાદ એરપોર્ટથી ડોમેસ્ટિક ફ્લાઈટમાં પ્રવાસ કરવાના છો તો તમારે હવે વધારે પૈસા નહીં ચુકવવા પડે. કારણ કે કોલકાતા અને ચૈન્નઈ બાદ હવે અમદાવાદ એરપોર્ટ પણ ઉડાન યાત્રી કેફેની શરૂઆત થઈ છે. ઉડ્ડયન મંત્રી કિંજરાપૂ નાયડુએ ઉડાન યાત્રી કેફેનું લોકાર્પણ કર્યુ છે.

આપણે બધા જ જાણીએ છે કે એરપોર્ટ પર ચા – નાસ્તોનું બિલ પણ લાંબુ બિલ ચુકવવુ પડતું હોય છે. એરપોર્ટ પર મોટા ભાગે કંઈ પણ ખાઓ તો લાંબુ બિલ ચુકવવુ પડે છે. ભોજન તો ઠીક પરંતુ ચા-પાણી માટે પણ વધુ પૈસા આપવા પડે છે. પરંતુ હવે જો તમે જો અમદાવાદ એરપોર્ટથી ડોમેસ્ટિક ફ્લાઈટમાં પ્રવાસ કરવાના છો તો તમારે હવે વધારે પૈસા નહીં ચુકવવા પડે. કારણ કે કોલકાતા અને ચૈન્નઈ બાદ હવે અમદાવાદ એરપોર્ટ પણ ઉડાન યાત્રી કેફેની શરૂઆત થઈ છે. ઉડ્ડયન મંત્રી કિંજરાપૂ નાયડુએ ઉડાન યાત્રી કેફેનું લોકાર્પણ કર્યુ છે.

આ કેફે શરૂ થતા જ હવે ચા-કોફી અને નાસ્તા માટે લાંબુ બિલ નહીં આવે. આ કેફેમાં પ્રવાસીઓને માત્ર 10 રૂપિયામાં ચા અને પાણીની બોટલ મળશે. જ્યારે માત્ર 20 રૂપિયામાં કોફી અને સમોસા ખરીદી શકાશો. ઉડ્ડયન મંત્રી કિંજરાપૂ નાયડુએ આ કેફેનું લોકાર્પણ કર્યુ છે. આ કેફેની શરૂઆત થવાથી અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી પ્રવાસ કરતા 30 હજાર મુસાફરોને ફાયદો થશે.