Tapi Nizar Breaking News : તાપીમાં ભારે વરસાદ વચ્ચે તંત્ર એલર્ટ, સાવચેતીના ભાગરૂપે માર્ગ બંધ, SDRF તૈનાત ! જુઓ Video

તાપી જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્ર સતર્ક બન્યું છે. નિઝર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે SDRFની ટીમને તૈનાત રાખવામાં આવી છે. મહારાષ્ટ્રના ઉપરવાસમાં વરસાદને કારણે નિઝરમાં પણ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

| Edited By: | Updated on: Jul 31, 2026 | 12:56 PM

તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે તંત્ર એલર્ટ આવ્યું છે. નિઝર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. નિઝર આઈટીઆઈ ખાતે સ્ટેન્ડ બાઈ રાખવામાં આવી છે SDRFની ટીમ. નિઝરના ઉપરવાસ મહારાષ્ટ્રમાં વરસાદ વચ્ચે નિઝરમાં પણ વરસાદી માહોલ યથાવત છે.

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા છે. રેડ એલર્ટ વચ્ચે મેઘરાજા નિઝર તાલુકામાં મેહરબાન થતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો. નિઝર તાલુકાના અડદા ગામે વરસાદી માહોલ વચ્ચે ખેતરો પાણી-પાણી થયા છે. નદી,કોતર અને નાળામાં પાણીની ભરપૂર આવક થતા ખેડૂતોમાં આનંદ પણ જોવા મળ્યો છે

રોડ રસ્તા પર પાણીનો ગરકાવ

તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયો છે. ઉચ્છલ તાલુકાના કટાસવણ ગામના લો લેવલ પુલ પર પાણી ફરી વળ્યા છે. ઓવર ટોપિંગ થવાના કારણે માર્ગ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. ઉચ્છલ તેમજ તેના ઉપરવાસમાં વરસાદી માહોલ યથાવત છે.

આ પણ વાંચો, Ambalal Patel Forecast Today: અંબાલાલે વરસાદને લઇને કરી નવી આગાહી, જાણો કયાં જિલ્લાઓ ડુબશે?

Follow Us
Loading...
Unable to load recommendations.