સોનગઢ પોલીસે પશુ ભરીને મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાતી ટ્રક ઝડપી, 4 ટ્રકમાંથી કુલ 69 ભેંસ બચાવાઈ

| Edited By: | Updated on: Nov 02, 2023 | 10:38 PM

ગુજરાત રાજ્યમાંથી અન્ય રાજ્યો ખાસ કરીને મહારાષ્ટ્ર ખાતે થતી પશુઓની ગેરકાયદેસર હેરાફેરી રોકવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને સોનગઢ પોલીસ ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન મળેલ બાતમી આધારે પોલીસે ચાર ટ્રકોને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા ઝડપેલી 4 ટ્રકોમાંથી કુલ 69 ભેંસોને બચાવી લેવાઇ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પોલીસે ટ્રકમાં પશુ ભરીને મહારાષ્ટ્ર કતલખાને લઈ જતા આરોપીઓને ઝડપ્યા છે. 4 ટ્રકમાંથી કુલ 69 ભેંસને બચાવી લેવાઈ છે. 7 આરોપીને ઝડપી 6 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં પશુને કતલખાને લઈ જતી 4 ટ્રક ઝડપાઇ છે.

આ પણ વાંચો : તાપીમાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતા દોડ યોજાઇ, 158 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

પોલીસે રેડ કરી કુલ 52.59 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઇ છે. કૃરુતા ભરી રીતે ટ્રકમાં આ તમામ ભેંસ ભરીને લઈ જવાતી હતી. જે તમામને પોલીસ દ્વારા મુક્ત ક્રવવામાં આવી છે. ઝડપાયેલ આરોપી અહેમદ ખાન બાગેખન બલોચ, ફિરોઝ ખાન ઇમામ ખાન બલોચ, રઝાક મીયાં સત્તાર મિંયા મલેક,  ઇમરાન પિર મહમદ દિવાન,  ઇદ્રીશ ઉર્ફે બેરો હફીફ મીંયા મલેક, શરીફભાઇ મજર હુસેન શેખ, જાવેદભાઇ મેહબુબ શેખ, ઇરફાન મહમદ ઢેફા-પટેલ, આ તમામ લોકોની પોલીસે અટક કરી છે.

(ઈનપુટ ક્રેડિટ – નીરવ કંસારા)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 02, 2023 10:37 PM