Tapi : વાલોડ તાલુકાના મોરદેવી ગામેથી દીપડી પાંજરે પુરાઈ, જુઓ Video
દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. ત્યારે ફરી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દીપડી પાંજરે પુરાઈ છે. વલોડાના મોરદેવી ગામેથી દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાશ લીધો હતો. વન્ય જીવોના માનવ વસ્તી તરફના પ્રયાણને લઈ લોકોની ચિંતા ચોક્કસ વધી છે. મહત્વનુ છે કે આ સમગ્ર બાબતને લઈ વનવિભાગ પણ હરકતમાં આવ્યું છે અને માનવ વસ્તી તરફ આવતા દીપડાઓને પાંજરે પૂરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Tapi News : તાપીના વાલોડ તાલુકાના મોરદેવી ગામેથી દીપડી પાંજરે પુરાઈ છે. ગત દિવસો અગાઉ બે પશુનો શિકાર કરતા વનવિભાગે નદી ફળિયામાં પાંજરૂ ગોઠવ્યું હતું. મોરદેવી ગામેથી અંદાજે બે થી ત્રણ વર્ષની દીપડી પાંજરે પૂરાતા ગ્રામજનોને રાહતનો શ્વાસ લીધો છે. વાલોડ વનવિભાગની ટીમે પાંજરાનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી.
આ પણ વાંચો : Tapi : વ્યારાના પાનવાડી ત્રણ રસ્તા નજીક મોપેડમાં લાગી આગ, જોત જોતામાં મોપેડ બળીને ખાખ, જુઓ Video
દક્ષિણ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં દિવસેને દિવસે દીપડાઓના આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ એક બાદ એક દીપડા દ્વારા મારણની ઘટના સામે આવી રહી છે. નવસારીની ચિખલી તાલુકાનાં વિવિધ ગામોમાં દીપડા દેખાતા વન વિભગા હરકતમાં આવ્યું છે. ઠેક ઠેકાણે પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. જોકે પાંજરાની ઘટ પડતાં અન્ય તાલુકાઓ માંથી પાંજરા મગાવવામાં આવ્યા છે.
(ઈનપુટ ક્રેડિટ – નીરવ કંસારા)