ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ પહોંચ્યા દિલ્હી, AICCના ખજાનચી પવન બંસલ અને કેસી વેણુ ગોપાલ સાથે કરશે બેઠક
કોંગ્રેસના નવા પ્રમુખ સહિતના સિનિયર નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલ સહિતના સિનિયર નેતાઓ દિલ્હી ખાતે AICCના ખજાનચી પવન બંસલ અને કેસી વેણુ ગોપાલ સાથે બેઠક કરશે.
Gandhinagar: કોંગ્રેસે (Congress) તાજેતરમાં જ ગુજરાતની કમાન શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) સોંપી છે, ત્યારે કોંગ્રેસના નવા પ્રમુખ સહિતના સિનિયર નેતાઓ દિલ્હી (Delhi) પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સહિતના સિનિયર નેતાઓ દિલ્હી ખાતે AICCના ખજાનચી પવન બંસલ અને કેસી વેણુ ગોપાલ સાથે બેઠક કરશે.
આ બેઠક કોંગ્રસ માટે મહત્વની ગણવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલ પહેલીવાર દિલ્હી ખાતે બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસની રહેલી સ્થાવર સંપતિ અંગે ચર્ચા થશે. આ ઉપરાંત બેઠકમાં કોંગ્રેસની માલિકીની જમીન પર ભવિષ્યના આયોજન લઈ ડેવલપમેન્ટ કરવા અંગે ચર્ચા કરવામાં આવી છે.
કોંગ્રેસના નવા કાર્યાલય બનાવવા અંગે થઈ શકે છે નિર્ણય
ગુજરાત કોંગ્રેસના નેતાઓ પવન બંસલ અને કેસી વેણુ ગોપાલ સાથેની બેઠકમાં જિલ્લા અને શહેરમાં કોંગ્રેસ સમિતિનું કાર્યાલય ન હોય ત્યાં નવું કાર્યાલય બનાવવા અંગે નિર્ણય લઈ શકે છે. આ ઉપરાંત બેઠકમાં કોંગ્રેસની માલિકીની જમીન પર ભવિષ્યના આયોજન લઈ ડેવલપમેન્ટ કરવા અંગે ગુજરાત કોંગ્રેસના 15થી વધારે નેતાઓ સાથે વિચાર વિમર્શ થશે. ઉલ્લેખનીય છે કે આ બેઠક માટે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સહિતના સિનિયર નેતાઓ દિલ્હી પહોંચ્યા છે.
આ પણ વાંચો Breaking News : ગુજરાતમાં 7 IAS અધિકારીના બદલીના આદેશ, રાજકુમાર બેનિવાલને GMB ના સીઇઓ બનાવાયા
આગામી લોકસભા અંગે પણ થશે ચર્ચા
આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રસની આ બેઠક મહત્વની ગણવામાં આવી રહી છે. કારણ કે તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ ગુજરાત કોંગ્રસના પ્રમુખ પદ માટે કોઈ સ્થાયી પ્રમુખ મળ્યા ન હતા. ત્યારે શક્તિસિંહની ગુજરાતના રાજકારણમાં વાપસી કરાવવામાં આવી અને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. ત્યારે હવે દિલ્હી ખાતે મળનાર બેઠકમાં લોકસભાની ચૂંટણી અંગે કોંગ્રેસની આગામી રણનીતિ શું હશે, તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
(ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ)
ગાંધીનગર સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો