Tapi : ગંભીર અકસ્માત સર્જાતા નદીમાં ખાબક્યો ટેમ્પો, એક યુવકનું મોત, જુઓ Video
તાપીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટેમ્પા સાથે ગંભીર અકસ્માત સર્જાતા ટેમ્પો તાપી નદીના પાણીમાં ગરકાવ થયો. અકસ્માતમાં કુકરમુંડાના કેવડામોવના યુવકનુ મોત થયું છે. નિઝરના વેલદા ટાંકી થી કુકરમુંડા જતા રસ્તાપર અકસ્માત સર્જાયો છે. ટેમ્પો સાથે એક યુવક પાણીમાં ગરકાવ થયો હતો જેનુ સારવાર દરમિયાન મોત થયું છે.
તાપીમાં ગંભીર અકસ્માત સર્જાતા ટેમ્પો તાપી નદીના પાણીમાં ગરકાવ થયો હોવાની ઘાટણ બની છે. અકસ્માતમાં કુકરમુંડાના કેવડામોવના યુવકનુ મોત થયું છે. નિઝરના વેલદા ટાંકી થી કુકરમુંડા જતા રસ્તાપર અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્રના સેજવા ગામથી જનરેટર મુકી કુકરમુંડાના કેવડામોવ ગામે પરત જતી વખતે ટેમ્પોને અકસ્માત નડ્યો હતો.
આ પણ વાંચો : Tapi : વાલોડ તાલુકાના મોરદેવી ગામેથી દીપડી પાંજરે પુરાઈ, જુઓ Video
કુકરમુંડા રોડ ઉપર સાઇટ પર ઉભેલા ટેમ્પોને કોઇક અજાણ્યા વાહને પાછડથી ટક્કર મારતા ટેમ્પો પાણીમાં ગરકાવ થયો હતો. ટેમ્પો સાથે એક યુવક પાણીમાં ગરકાવ થયો હતો જેનુ સારવાર દરમિયાન મોત થયું છે. બીજી તરફ વ્યારાના રામપુરા નજીક પોલીસ જવાનને અકસ્માત નડ્યો. જે બાદ તેને સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યો. સારવાર દરમ્યાન પોલીસ જવાનનું મોત નિપજ્યું છે. પોલીસ જવાન બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે પિક અપ ગાડીએ અડફેટે લીધા હતા.