Tapi : દશેરા પર કોમી એકતાની અનોખી મિશાલ, મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા, જુઓ Video
તાપી જિલ્લાના વ્યારામાં દશેરાના પર્વને લઈને હિન્દૂ-મુસ્લિમ ભાઈચારાની અનોખી મિશાલ સામે આવી છે. વ્યારામાં એક મુસ્લિમ બિરાદર રાવણના પૂતળાની છેલ્લા 10થી વધારે વર્ષથી વિનામૂલ્યે બનાવટ કરી સેવા આપી રહ્યા છે અને હિંદુ તહેવારમાં સહભાગી થઇને કોમી એકતાની મિશાલ પુરી પાડે છે.

વ્યારામાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા છેલ્લા 10 વર્ષથી લગભગ 40 થી 50 ફૂટ ઊંચા રાવણના પૂતળાની બનાવટ કરી અને દહન કરવામાં આવે છે. રાવણના પૂતળાને બનાવટમાં સમાજના યુવાનો સહિત મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિનામૂલ્યે અને નિઃસ્વાર્થ પણે મદદ કરવા આવે છે.