Surat : કાપોદ્રામાં વિધિના નામે મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ, નરાધમ ભૂવાની ધરપકડ, જુઓ Video

Surat : કાપોદ્રામાં વિધિના નામે મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ, નરાધમ ભૂવાની ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Mar 11, 2025 | 1:28 PM

અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે એક હૈયું હચમચાવી નાખે તેવી ઘટના સુરતના કાપોદ્રામાંથી સામે આવી હતી. સુરતના કાપોદ્રામાં ધતિંગબાજ ભૂવાએ દુષ્કર્મ આચર્યું હતુ. વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. અમરેલીથી નરાધમ ભૂવો કાપોદ્રા આવીને આ કૃત્ય આચર્યું હતુ.

અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે એક હૈયું હચમચાવી નાખે તેવી ઘટના સુરતના કાપોદ્રામાંથી સામે આવી હતી. સુરતના કાપોદ્રામાં ધતિંગબાજ ભૂવાએ દુષ્કર્મ આચર્યું હતુ. વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. અમરેલીથી નરાધમ ભૂવો કાપોદ્રા આવીને આ કૃત્ય આચર્યું હતુ. 19 જાન્યુઆરીએ ભૂવો પીડિતાના ઘરે રોકાયો હતો. ત્યારે ભૂવાએ દંપતીને અન્ય રુમમાં બેસાડી મંત્રજાપ કર્યા હતા. ત્યારબાદ પીડિતા પર વિધિના નામે દુષ્કર્મ ગુજાર્યું હતુ. ફરિયાદને આધારે નરાધમ ભૂવાની ધરપકડ કરવામાં આવી છે.

નરાધમ ભૂવા ભરત કુંજડિયાની ધરપકડ

મહત્વનું છે કે ભૂવો અમરેલીથી આવીને પીડિતાના ઘરે રોકાયો હતો. જ્યાં તેણે મંત્રજાપ કર્યા હતા. પીડિતા અને તેના પતિ સાથે તેમણે તાંત્રિક વિધિ કરી હતી. જે બાદ દંપતીને નિર્વસ્ત્ર થવાનું કહ્યું હતું પીડિતાનો દાવો છે કે ભૂવાએ કોઈક વિધિ કરીને તેને વશમાં કરી હતી. જે બાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું. આ મામેલ ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપી નરાધમ ભૂવા ભરત કુંજડિયાની ધરપકડ કરી છે.

આરોપી ભૂવાને પકડીને પાઠ પણ ભણાવાયો હતો.ભૂવાના અડધા વાળ કાપીને માફી મગાવી હતી. તેને મોઢામાં ચપ્પલ લેવડાવ્યું હતું. ભૂવો હવે કોઈ તાંત્રિક વિધિ નહીં કરે તેવી કબૂલાત પણ કરી હતી. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે.