Gujarati Video: ગેરકાયદે મકાનો પર તંત્રની તવાઈ, રાજ્યમાં અનેક વિસ્તારમાં તોડી પડાયા જર્જરીત આવાસ
રાજયમાં ઠેર ઠેર ગેરકાયદે મકાનો તોડી પડાયા છે. જર્જરિત આવાસો સામે તંત્રએ કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે જુનાગઢ, રાજકોટ, ભાવનગર સહિત કેટલાય જિલ્લાઓમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યા છે.
Gujarat: રાજ્યમાં દબાણો અને જર્જરિત આવાસો પર તવાઈ બોલાવાઈ રહી છે. અનેક વિસ્તારોમાં દબાણને લઈને રાજનીતિ પણ થઈ રહી છે. આ વચ્ચે રાજકોટના અરવિંદ મણિયાર આવાસ તોડી પડાયા. વિરોધ અને આક્રંદ વચ્ચે મહાનગરપાલિકાનું બુલડોઝર આ જર્જરિત આવાસો પર ફરી વળ્યું તો બીજી તરફ સુરતના માન દરવાજા વિસ્તારમાં રિડેવલપમેન્ટ માટે ફરી ટેન્ડર બહાર પડ્યું, અને 1250 જેટલા પરિવારોને 7 દિવસમાં ઘર ખાલી કરવા અલ્ટિમેટમ અપાયું છે.
આ પણ વાંચો : પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતા વેપારીને કુલ રૂપિયા 2,11,200ની સિગારેટના જથ્થા સાથે ઝડપી પાડયો
આ વચ્ચે સુરેન્દ્રનગરમાં ધાર્મિક સ્થળ તોડી પાડતા લોકોમાં રોષ છે અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે તો ભાવનગરના 4 નાળા વિસ્તારમાં કાચા મકાનો તોડવાનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે જૂનાગઢના ધાર્મિક બાંધકામો તોડવા અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ CMને મળીને રજૂઆતો કરી છે અને દબાણ હટાવવા 30 દિવસની નોટિસ આપવાની રજૂઆત કરી છે. આ રીતે અલગ અલગ વિવિધ વિસ્તારોમાં કેટલાય દબાણો હટાવાયા છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં વિવાદ પણ ઊભા થયા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો