AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગજબ : સાણંદના બોળ ગામે નામ નહિ નિશાનના આધારે બન્યા સરપંચ, જાણો વિગતે

ગજબ : સાણંદના બોળ ગામે નામ નહિ નિશાનના આધારે બન્યા સરપંચ, જાણો વિગતે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 7:25 PM
Share

બંને ઉમેદવારને નિશાન ફાળવાતા તેના આધારે એક સરખું નામ ધરાવતા એક ઉમેદવાર વિજયી બન્યો છે. તેમજ નિશાનના આધારે એક જ નામ ધરાવતા ઉમેદવારે સરખું નામ ધરાવતા ઉમેદવારને હાર આપી છે.

ગુજરાતમાં(Gujarat)  ગ્રામ પંચાયતોની(Gram Panchyat)  ચૂંટણીનું ભારે રસાકસી બાદ પરિણામ(Result)  સામે આવી રહ્યાં છે. જેમાં અમદાવાદ જિલ્લાના સાણંદ (Sanand)  તાલુકાના બોળ ગામના સરપંચની(Sarpanch)  ચૂંટણીમાં નામના બદલે નિશાને ઉમેદવારને જીત અપાવી છે. જેમાં બોળ ગામમાં ગ્રામ પંચાયતની સરપંચની ચુંટણીમાં નરેન્દ્ર બારડ નામ ધરાવતા બે ઉમેદવારો મેદાનમાં હતા.

ઉમેદવારોને મત આપવા માટે મતદારો મૂંઝવણમાં ના મુકાય તેમજ ગણતરીમાં પણ કોઇ મૂંઝવણ ઉભી ના થાય તે માટે પણ આ વ્યવસ્થા ચુંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી.

જો કે ચુંટણી પંચના નિયમ મુજબ એક જ નામના બે વ્યકિતને નામ પર ચૂંટણી લડવામાં બદલે નિશાન ફાળવવામાં આવતું હોય છે. જેના પગલે આ બંને ઉમેદવારને નિશાન ફાળવાતા તેના આધારે એક સરખું નામ ધરાવતા એક ઉમેદવાર વિજયી બન્યો છે. તેમજ નિશાનના આધારે એક જ નામ ધરાવતા ઉમેદવારે સરખું નામ ધરાવતા ઉમેદવારને હાર આપી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. રાજ્યની 1.47 લાખ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થયું. તો ગુજરાતમાં 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. તો 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા હતા. રાજ્યમાં સરપંચ પદ માટે 27,200 ઉમેદવાર અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1,19,988 ઉમેદવાર મેદાનમાં હતા.ગ્રામ પંચાયતોમાં 23,112 મતદાન મથક પર 37,451 મતપેટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો : Surat : કોરોનાકાળમાં બગડી ગયેલા અક્ષર માટે અક્ષર સુધારણા કાર્યક્રમ કરતા આ મેન્ટર

આ પણ  વાંચો : ગાંધીનગરઃ કમલમમાં AAP અને ભાજપ વચ્ચે ઘર્ષણનો મુદ્દો, AAPના 6 નેતાઓને કોર્ટમાં રજૂ કરાશે

Published on: Dec 21, 2021 07:03 PM
g clip-path="url(#clip0_868_265)">