AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગરઃ કમલમમાં AAP અને ભાજપ વચ્ચે ઘર્ષણનો મુદ્દો, AAPના 6 નેતાઓને કોર્ટમાં રજૂ કરાશે

ગાંધીનગરઃ કમલમમાં AAP અને ભાજપ વચ્ચે ઘર્ષણનો મુદ્દો, AAPના 6 નેતાઓને કોર્ટમાં રજૂ કરાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 6:25 PM
Share

ભાજપના મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે AAPના 6 નેતા સામે નામજોગ અને 500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાવી છે. AAPના જે નેતાઓ સામે નામજોગ FIR નોંધાઈ છે. તેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર પ્રવીણ રામ, નિખિલ સવાણી અને હસમુખ પટેલનો સમાવેશ થાય છે.

ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમમાં થયેલા ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી વધી ગઈ છે. આજે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિત AAPના 6 મોટા નેતાઓને કોર્ટમાં રજૂ કરાશે. તેમના પર ભાજપની મહિલા કાર્યકરો સાથે છેડતી કરવાનો અને માર મારવાનો આરોપ છે. ગઈકાલે ભાજપની મહિલા કાર્યકરે ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાવેલી છે.

ભાજપના મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે AAPના 6 નેતા સામે નામજોગ અને 500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાવી છે. AAPના જે નેતાઓ સામે નામજોગ FIR નોંધાઈ છે. તેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર પ્રવીણ રામ, નિખિલ સવાણી અને હસમુખ પટેલનો સમાવેશ થાય છે. ફરિયાદ પ્રમાણે, આરોપીઓ કાવતરાપૂર્વક હુમલો કરવા આવ્યા હતા.

તેઓએ જુદા-જુદા સ્થળેથી માણસોને કમલમ ખાતે બોલાવ્યા હતા અને કમલમનો ગેટ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ  AAPના ટોળાએ ભાજપની મહિલા કાર્યકરોને શારીરિક અડપલાં કરી માર માર્યો હતો. સાથે જ અભદ્ર ભાષા બોલીને પોલીસની ગાડીનો કાચ તોડ્યો હતો. પોલીસે તમામ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો : Surat : વરાછામાં શાકભાજીની ખરીદી મહિલાને 72 હજારમાં પડી, અજાણી મહિલા નજર ચૂકવી સોનાના પેન્ડલ સાથેની ચેઈન ચોરી રફુચક્કર

આ પણ વાંચો : CDAC Recruitment 2021: CDACમાં પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની ઘણી જગ્યાઓ માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, જુઓ વિગતો

g clip-path="url(#clip0_868_265)">