Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

|

Jul 05, 2024 | 7:27 AM

ખાધ પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની અનેક વાર ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટના જેતપુરમાં વધુ એક વાર આ પ્રકારની ઘટના સામે આવી છે. જેતપુરમાં પનીર, દૂધ સહિતની વસ્તુઓનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે.

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર અને દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. જેતપુરના ટાકડી પર વિસ્તારમાં આવેલા રજવાડી ડેરી પ્રોડક્ટના યૂનિટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. જ્યાં તેમને પનીર અને દૂધના નમૂના લઈને લેબમાં સેમ્પલ માટે મોકલવામાં આવ્યા છે. બે હજાર લીટર દૂધ અને 633 કિલો પનીરના જથ્થાનો નાશ કરાયો છે. આ ઉપરાંત વનસ્પતિ તેલ અને મલાઈના જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો છે.

સુરતમાંથી ઝડપાઈ નકલી દવાની ફેકટરી

આ અગાઉ સુરતમાંથી નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી.પરવાના વગર સુરતમાં કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવવામાં આવતી હતી.ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી કૌભાંડ ઝડપી પડાયું હતું. ઓનલાઇન માર્કેટમાં બનાવટી દવા વેચાણનો પર્દાફાશ થયો હતો.

Next Video