તમે નકલી પનીર,શરબતના ડુપ્લીકેટ પાઉચ, નકલી શેમ્પુ, નકલીચીઝ મળી આવ્યાની વાત સાંભળી હશે. પરંતુ શરીરને સ્વસ્થ રાખવા માટે જે ઘી ખાવામાં આવે છે. પરંતુ આજે સુરતમાંથી નકલી ઘીનો મોટો જથ્થો મળી આવ્યો છે. તમે પણ ચેતી જજો શું તમે પણ આ નકલી ઘી ખાઇ રહ્યા નથી ને. જે ઘી શરીરને હેલ્ધી રાખવા માટે ખાવામાં આવે છે તે ઘી નકલી નીકળતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
ગુજરાતમાં ફરી એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. સુરતના માંડવીના ખેડપૂરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. માંડવીના ખેડપૂર ખાતે ઘરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માં શંકાસ્પદ ઘી બનાવવામાં આવી રહ્યું હતું. નકલી ઘી અલગ અલગ સાઈઝના ડબ્બામાં પેકીંગ કરવામાં આવ્યું હતું. યદુગીરી બ્રાન્ડના નામથી શંકસ્પદ ઘી પેકિંગ કરાયું હતું.
માંડવી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.અલગ અલગ સાઈઝના ડબ્બાઓમાં પેકિંગ કરાયેલું કુલ 6.65 લાખની કિંમતનું 810 લિટર શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યું છે.પોલીસે તમામ જથ્થા માંથી સેમ્પલો લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. તેમજ આગળની તપાસ હાથ ધરી છે.