દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નશાયુક્ત સિરપનું ષડયંત્ર આવ્યું સામે, કેટલું મોટું કૌભાંડ ? જુઓ Video

| Edited By: | Updated on: Aug 24, 2023 | 5:13 PM

દેવભૂમિદ્વારકાના ખંભાળિયા પંથકમાંથી નશીલી સિરપ ઝડપાઈ છે. પોલીસે એક રહેણાંક વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, અને 6 લાખથી વધુનો મુદ્દામાલ ખંભાળિયા પોલીસે જપ્ત કર્યો છે.

છેલ્લા ઘણાં દિવસોથી દેવભૂમિ દ્વારકામાં આયુર્વેદના નામે ચાલતી નશાકારક સિરપના કૌભાંડ સામે અભિયાન ચાલી રહ્યું છે અને ફરી ખંભાળિયા પંથકમાંથી નશીલી સિરપ ઝડપાઈ છે. મહારાષ્ટ્રથી પંજાબ સુધી આ કૌભાંડ ચાલી રહ્યું છે, ત્યારે ખંભાળિયાના ધરાનગરમાં પણ એક સાથે સાડા 4 હજાર સિરપ ઝડપાઈ છે.

આ પણ વાંચો : અમદાવાદ ડિવિઝનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશનો વચ્ચે થશે ઇન્ટરલોકિંગ કામ, આટલી ટ્રેન સેવાને થશે અસર

પોલીસે એક રહેણાંક વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને 6 લાખથી વધુનો મુદ્દામાલ ખંભાળિયા પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે અહીંથી પણ એક શખ્સને પકડી પાડ્યો છે. ત્યારે હવે ક્યાંના તાર જાણવા મળે છે. થોડા જ સમય અગાઉ દ્વારકા પોલીસની એક ટીમે પંજાબ જઈને ઓપરેશન પાર પાડ્યું અને સંગરૂરની ફેક્ટરીમાંથી 15 હજાર સીરપની બોટલ અને લેપટોપ સહિત એક આરોપીની ધરપકડ કરી હતી. પંજાબનો શખ્સ પાછલા દોઢ વર્ષમાં 2.85 લાખ સીરપની બોટલનું ગુજરાતમાં વેચાણ કરી ચુક્યો હોવાનું સામે આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કર