નશાકારક સીરપના વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર વડોદરા (Vadodara) ગ્રામ્ય SOGની રેડ પાડવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે. જાસપુર રોડ પરના ગજાનંદ મેડિકલ સ્ટોર પર તપાસ હાથ ધરાવામાં આવી છે. સ્ટોર સંચાલક નારાયણ પરમાર પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતો હતો. સીરપના જથ્થા બાબતે ફૂડ વિભાગ પૃથ્થકરણ કરશે.