ગીરસોમનાથમાંથી ઝડપાયો શંકાસ્પદ અનાજનો જથ્થો, પાંસલી અને પ્રાચીથી 73 લાખનો જથ્થો કરાયો સીઝ

|

Mar 30, 2024 | 10:36 PM

ચૂંટણી ટાણે જ ગીર સોમનાથમાંથી શંકાસ્પદ અનાજનો મોટો જથ્થો ઝડપાયો છે. પ્રાંસલી અને પ્રાચી ખાતેથી 73 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અલગઅલગ દુકાનમાંથી ઘઉં, ચોખા બાજરી અને ચણાનો જથ્થો ઝડપાયો છે.

ગીરસોમનાથમાંથી શંકાસ્પદ અનાજનો મોટા પ્રમાણમાં શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો છે. પ્રાંસલી અને પ્રાચીથી આશરે 73 લાખનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. અલગ અલગ દુકાનમાંથી ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો જથ્થો ઝડપાયો છે. કુલ 2 લાખ 27 હજાર કિલોનો અનાજનો જથ્થઓ સીઝ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. હાલ પોલીસે આ અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ગીર સોમનાથમાં દિવસે દિવસે તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે. જિલ્લામાં મંદિરોને ટાર્ગેટ કરી તરખાટ મચાવનારા 6 શખ્સોની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. આ તસ્કરોએ ગીરસોમનાથ સહિત રાજ્યના અનેક મંદિરોમાં ચોરીને અંજામ આપ્યો હોવાની પોલીસને આશંકા છે. મંદિરોમાંથી આભૂષણો, દાગીના અને રોકડની ચોરી કરતા હતા. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે મંદિરોમાં ચોરીની ઘટનાઓ વધી હતી જે બાબતે પોલીસે ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કોડિનારથી આ 6 તસ્કરોને ઝડપી લેવામાં પોલીસની સફળતા મળી છે.

આ પણ વાંચો: સાબરકાંઠાના ઉમેદવારને લઈને ચાલી રહેલા અસંતોષ મુદ્દે CMની મેરેથોન બેઠક, સમાધાન અંગે સસ્પેન્સ યથાવત

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video