Gandhinagar : ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે ભાજપના બે ઉમેદવારના નામ પર સસ્પેન્સ હજુ પણ યથાવત છે. આવતીકાલે રાજયસભાની ચૂંટણી (Rajyasabha Elections) માટેની ઉમેદવારીના ફોર્મ ભરાવાનો અંતિમ દિવસ છે. ત્યારે આજે રાજ્યસભાના બે નામો જાહેર થાય તેવી શક્યતા છે. આ પહેલા વિદેશ પ્રધાન એસ જયશંકરે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી દીધુ છે. તો બાકી રહેલા બે સાંસદોને રિપીટ ન કરાય તેવી શક્યતા છે. ત્યારે બાકીના બે નામ પર હજુ પણ ભાજપ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો નથી. આ બે ઉમેદવાર કોણ હશે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો- Rajkot : IT વિભાગની બીજા દિવસે પણ કાર્યવાહી યથાવત, મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી શક્યતા
ગઇકાલથી ભાજપ દ્વારા અન્ય બે નામ નક્કી કરવાની કવાયત ચાલી રહી છે. ગઇકાલે પ્રદેશ પ્રમુખ સી આપ પાટીલના નિવાસસ્થાને બેઠક મળી હતી. ભાજપમાંથી જે નીરિક્ષકો નીમવામાં આવ્યા છે તેમની સાથે પણ બેઠક થઇ હતી. જો કે નામ પર જે મહોર લાગવી જોઇએ તે લાગી ન હતી. એટલે કે નામોને લઇને સસ્પેન્સ હજુ યથાવત છે. ત્યારે એવુ માનવામાં આવી રહ્યુ છે કે બે નામ તો ડ્રોપ થવાના જ છે. સાથે જ કોઇ સરપ્રાઇઝ એલિમેન્ટ છે તેનો ઉમેરો આ વખતે રાજ્યસભા માટે થવાનો છે. એ જ કારણ છે કે આ કવાયત ચાલી રહી છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો