Surat : અમરોલીમાંથી લીધેલા ઘીના નમૂના ફેલ! 9 હજાર કિલો ઘી જપ્ત, 4 આરોપીની ધરપકડ, જુઓ Video

Surat : અમરોલીમાંથી લીધેલા ઘીના નમૂના ફેલ! 9 હજાર કિલો ઘી જપ્ત, 4 આરોપીની ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 15, 2025 | 2:32 PM

દિવાળીના પહેલા સુરતમાંથી શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. સુરતમાં શંકાસ્પદ નકલી ઘીના સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયા છે. અમરોલીની 3 દુકાનોના ઘીના સેમ્પલ ફેલ થયા છે.

દિવાળીના પહેલા સુરતમાંથી શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. સુરતમાં શંકાસ્પદ નકલી ઘીના સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયા છે. અમરોલીની 3 દુકાનોના ઘીના સેમ્પલ ફેલ થયા છે. ઘીમાં ચરબી અને ફેટી એસિડનું પ્રમાણ વધુ મળ્યું છે.

મનપાએ 7 દુકાનમાંથી સેમ્પલ લેબમાં મોકલ્યા હતા. મનપાએ 9 હજાર કિલોથી વધુ ઘી જપ્ત કર્યું હતુ. નકલી ઘી વેચનાર 4 આરોપીની ધરપકડ કરી હતી. દુકાનદારો વિરુદ્ધ ફૂડ સેફટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તો દિવાળી પૂર્વે સુરત મનપાનું આરોગ્ય વિભાગે એલર્ટ આપ્યો છે.

બીજી તરફ પોલીસ અને મનપાના આરોગ્ય વિભાગે મળી શ્રી મહાદેવા ડેરી, ન્યૂ આદિનાથ ડેરી અને ન્યૂ આદિનાથ ગોડાઉનમાં દરોડા પાડી આ સમગ્ર કાર્યવાહી કરી હતી. તો ગઈકાલે પણ વિવિધ ઝોનમાંથી મીઠાઈ તેમજ ઘી સહિતના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાયા હતા.

નકલી ઘી આરોગ્ય માટે કેટલું ખતરનાક?

  • નકલી ઘીમાં વનસ્પતિ ઘી, કેમિકલ્સની હોય છે ભેળસેળ
  • પાચનતંત્ર માટે નકલી ઘી સાબિત થઈ શકે હાનિકારક
  • પેટમાં કબજીયાત કે એસિડિટીની તકલીફ થઈ શકે
  • શરીરમાં હૃદયરોગ અને કોલેસ્ટેરોલનું પ્રમાણ વધે
  • નકલી ઘી ધરાવે છે વધારે હાર્ડ ફેટ અને ટ્રાન્સ ફેટ
  • સોયાબીન તેલ અને અન્ય ભેળસેળવાળા તત્વો હોય
  • લિવર અને કિડની માટે પણ ઝેરી સાબિત થઈ શકે
  • ખાસ કરી બાળકો, ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક
  • ભેળસેળવાળા રસાયણોથી લાંબા ગાળે કેન્સરનું જોખમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો