સુરેન્દ્રનગર: ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી ટ્રકો ફસાયા, જુઓ Video

|

May 19, 2024 | 7:37 AM

સુરેન્દ્રનગરના ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી ટ્રકો ફસાયા હોવાની ઘટના બની છે.રણમાં વરસાદ અને વાવઝોડાને લીધે 100થી વધુ ટ્રક ફસાયા છે. મીઠું રણમાંથી બહાર લઈ જવા ટ્રકો રણમાં ગયા છે.

સુરેન્દ્રનગરના ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી ટ્રકો ફસાયા હોવાની ઘટના બની છે.રણમાં વરસાદ અને વાવઝોડાને લીધે 100થી વધુ ટ્રક ફસાયા છે. મીઠું રણમાંથી બહાર લઈ જવા ટ્રકો રણમાં ગયા છે. ત્યારે અચાનક વરસાદથી રસ્તાઓ બંધ થઈ જતા ટ્રકો ફસાયા હતા. અગરીયાઓને રણમાં પીવાના પાણીના ફાંફા છે.

બીજી તરફ આ અગાઉ સુરેન્દ્રનગરમાં વરસાદ અને પવનના કારણે ઊનાળુ પાકને ભારે નુક્સાન થયું છે.બાજરી, તલ સહિતના ઊનાળુ પાકનો સોથ વળી ગયો છે. ભારે પવનના કારણે ખેતરમાં તલનો પાક આડો પડી ગયો છે. તો બીજી તરફ લીંબુ, દાડમ, સરગવા જેવા બાગાયતી પાકોમાં પણ ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:48 pm, Sat, 18 May 24

Next Video