સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીમાં આવેલા ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. 20 જાન્યુઆરીથી શરૂ થનારા મહોત્સવમાં 500થી વધુ NRI સત્સંગીઓ હાજર રહેશે. તેમજ આ મહોત્સવ 7 દિવસ સુધી ચાલશે. આ મહોત્સવ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજયપાલ દેવવ્રત આચાર્ય પણ ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત મોટી સંખ્યામાં સંતો , મહંતો અને ભાવિકો પણ ઉપસ્થિત રહેશે.
જેમાં દરરોજ એકથી દોઢ લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. આ તમામ હરિભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે મૂળીમાં શ્રીહરી ઘણો સમય રહ્યા હતા, જેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂળીનું અનેરું મહત્વ રહેલું છે. ભગવાન સ્વામિનારાયણે જે છ મંદિરો બંધાવ્યા હતા જેમાંનુ એક મૂળી સ્વામિનારાયણ મંદિર છે. જેથી દરરોજ સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પધારે છે.