Surendranagar Video : ખનીજ માફિયાઓની વધી દાદાગીરી, તંત્રના નાક નીચેથી જપ્ત કરેલા વાહનો પરવાનગી વગર ઉઠાવી ગયા
ગુજરાતમાં અવારનવાર ખનીજ ચોરીની ઘટના સામે આવતી હોય છે.સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની દાદાગીરી એટલી બધી વધી ગઇ છે.ખનીજ માફિયાઓ તંત્રને પણ ગાંઠતા નથી. માફિયાઓ ખનીજ વિભાગની કચેરીમાં ઘૂસી સીઝ કરેલા વાહનો ઉઠાવી ગયા હોવાની ઘટના સામે આવી છે.

ખનીજ માફિયાઓ તંત્રના નાક નીચેથી વાહન લઈને ફરાર થયા છે. તંત્ર માફિયાઓ સામે લાચાર બન્યુ હોય તેવી લાગી રહ્યું છે.ખનીજ વિભાગે સુરેન્દ્રનગરના થાનના ભાડુલા વિસ્તારમાંથી ગેરકાયદે કોર્બોસેલની ચોરી દરમિયાન ઝડપ્યા હતા. તંત્રએ 5 ટ્રેક્ટર સહિત 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ખનીજ માફિયા ટ્રેકટર સહિતના સાધનો પરવાનગી વગર લઈ જતા ખનીજ વિભાગે પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. હવે શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું.