Surendranagar: સુરેન્દ્રનગર LCBએ જુગારધામ પર પાડ્યો દરોડો, એક મહિલા સહિત 20 ઝડપાયા, જુઓ Video

| Edited By: | Updated on: Sep 06, 2023 | 11:34 PM

સુરેન્દ્રનગરમાં એક મહિલા સહિત 20 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. LCB ટીમને બાતમી મળી હતી. બાતમી આધારે એક ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન આ જુગારીઓ જુગાર રમતા ઝડપાઈ આવ્યા છે.

જુગારીઓએ સાતમ આઠમ અને શ્રાવણના જુગારને લઈને પોલીસને પડકાર પર પડકાર આપી રહ્યા છે. જોકે બીજી તરફ પોલીસ પણ બે ડગલા આગળ રહીને જુગારીઓને ઝડપી લેવામાં સફળ રહી છે. સુરેન્દ્રનગરમાં એક મહિલા સહિત 20 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. LCB ટીમને બાતમી મળી હતી. બાતમી આધારે એક ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન આ જુગારીઓ જુગાર રમતા ઝડપાઈ આવ્યા છે.

આ પણ વાંચોઃ Aravalli: અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો, મુરઝાતા પાકને રાહત, જુઓ Video 

એલસીબીને બાતમી મળી હતી કે, જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. જેને લઈ ધમધોકાર ચાલતા અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હતો. નાના હરણીય ગામે રમાતા આ જુગારના અડ્ડા પરથી જુગારીઓનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ સામે જુગાર ધારા સહિતનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પોલીસે 31.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

  સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 06, 2023 11:33 PM