Aravalli: અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો, મુરઝાતા પાકને રાહત, જુઓ Video

અરવલ્લી જિલ્લામાં વરસાદનુ આગમન લાંબા વિરામ બાદ થતા રાહત સર્જાઈ છે. બુધવારે બપોર બાદ જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ નોંધાયો હતો. બપોરના અરસા દરમિયાન અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જીતપુર, ખાખરીયા, ઈસરી, રેલ્લાવાડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

| Updated on: Sep 06, 2023 | 8:46 PM

અરવલ્લી જિલ્લામાં વરસાદનુ આગમન લાંબા વિરામ બાદ થતા રાહત સર્જાઈ છે. બુધવારે બપોર બાદ જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ નોંધાયો હતો. બપોરના અરસા દરમિયાન અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જીતપુર, ખાખરીયા, ઈસરી, રેલ્લાવાડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ મકાઈ, સોયાબીન, તુવેર અને મગફળી સહિતના મુરઝાતા પાકને જીવતદાન મળ્યુ હતુ. વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીઓનો માહોલ છવાયો હતો.

આ પણ વાંચોઃ SabarDairy: પશુપાલકો માટે ખુશીના સમાચાર, જન્માષ્ટમી તહેવાર સમયે દુધના ખરીદ ભાવમાં કર્યો વધારો, જુઓ Video

મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. માલપુર, મેઘરજ, બાયડ, ધનસુરા, મોડાસા અને શામળાજી પંથકમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના ઝાપટા વરસ્યા હતા. ભારે પવન સાંજના અરસા દરમિયાન ફૂંકાવાને લઈ અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જોકે લાંબા અરસા બાદ વરસાદ વરસવાને લઈ ખેડૂતોને મોટી રાહત સર્જાઈ હતી.

 

 અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">