Surendranagar : માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર, જુઓ Video
કમોસમી વરસાદના કારણે બાગાયત પાકને નુકસાન થયું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ માવઠાના કારણે બાગાયત પાકને વ્યાપક નુકસાન થયું છે. માવઠાને કારણે દાડમ બગડી જતાં ફેંકી દેવાયા છે. માવઠાને કારણે દાડમ બગડી જતાં ફેંકી દેવાયા છે.
કમોસમી વરસાદના કારણે બાગાયત પાકને નુકસાન થયું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ માવઠાના કારણે બાગાયત પાકને વ્યાપક નુકસાન થયું છે. માવઠાને કારણે દાડમ બગડી જતાં ફેંકી દેવાયા છે. માવઠાને કારણે દાડમ બગડી જતાં ફેંકી દેવાયા છે. દાડમની ક્વોલિટી ખરાબ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્તા ખેતરો જળમગ્ન બન્યા હતા. જેના પગલે બાગાયત પાકો જ નહીં ડાંગર, કપાસ સહિતના પાકોને પણ મોટું નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે ભારે માવઠાના કારણે કપાસ,મગફળી ઉપરાંત બાગાયત પાકને પણ ભારે નુકસાન થયું છે. તેમજ દાડમ, સરગવો, લીંબુ જેવા પાકો પણ બગડી ગયા છે. જેના કારણે વર્તમાન સમયમાં જગતના તાતને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે.
ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
બીજી તરફ રાજ્ય સરકારે 10 હજાર કરોડની કૃષિ સહાય જાહેર કર્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. મુળી તાલુકાના ખેડૂતોએ બેઠક યોજી સરકારની સહાય સામે રોષ ઠાલવ્યો. ખેડૂતોનું કહેવું છે કે હેક્ટર દીઠ 22 હજાર રૂપિયા તે પૂરતી સહાય ન કહેવાય કારણ કે ખેડૂતે મહામહેનતે લોન લઈ ખર્ચો કરી પાકનું વાવેતર કર્યુ. એની સામે 25 ટકા જ સહાય અપૂરતી હોવાથી ખેડૂતોમાં આક્રોશ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
