Surendranagar Video : રાજકોટ અગ્નિકાંડ બાદ સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ વિભાગની કાર્યવાહી, 11 ખાનગી શાળાને ફટકારી નોટિસ

|

Jun 12, 2024 | 1:12 PM

રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર એકા એક હરકતમાં આવ્યું છે. ગુજરાતમાં રહેલી ગેમઝોનથી લઈને શાળાઓ સુધીના તમામ એકમો પર ફાયર સેફ્ટીના સાધનો અને NOCને લઈને તપાસ હાથ ધરી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી પ્રાથમિક શાળઆઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યુ છે.

સુરેન્દ્રનગરની આશરે 11 જેટલી ખાનગી શાળાઓમાં સેફટી જ ન હોવાનો ખુલાસો થયો છે. 11 ખાનગી શાળાઓને બેદરકારી બદલ નોટિસ ફટકારવામાં આવી છે. જીવના જોખમે બાળકો શાળાઓમાં અભ્યાસ કરતા હોવાનું બહાર આવ્યું છે.

વડોદરામાં 11 ખાનગી શાળાને નોટિસ ફટકારી

બીજી તરફ આ અગાઉ રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરામાં તવાઈ બોલાવામાં આવી હતી. ફાયર અને BU પરવાનગી વગર ચાલતી પ્રિ-સ્કૂલ પર કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના 4 ઝોનમાં ચાલતી 25 પ્રિ- સ્કૂલ સીલ કરાઈ હતી. રહેણાંક વિસ્તારમાં કોમર્શિલ વપરાશ કરતી પ્રિ-સ્કૂલ સીલ કરાઈ હતી.

Next Video