સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ, તબીબ નશાની હાલતમાં ઝડપાયા, જુઓ વીડિયો
સુરતઃ સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં થઇ ગઈ લાવી રંગરેલિયા મનાવવાની ઘટના બાદ સ્મીમેરના ડીન દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરતા દારૂ પીધેલા ડોક્ટર પકડાયા હતા.
સુરતઃ સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં થાઈ ગર્લ લાવી રંગરેલિયા મનાવવાની ઘટના બાદ સ્મીમેરના ડીન દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરતા દારૂ પીધેલા ડોક્ટર પકડાયા હતા.
ફોરેન્સીક વિભાગના ડોક્ટર પી.જી. હોસ્ટેલમાં પોતાના રૂમમાં નશાની હાલતમાં મળ્યા હતા. વરાછા પોલીસ સ્ટેશનમાં આ મામલાની ફરિયાદ નોંધાઈ છે. ડૉ. મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં મળ્યા હતા.
આ અગાઉ એક રેસિડન્ટ ડોક્ટર સેટરડે નાઇટ મનાવવા કોલેજ કેમ્પસની હોસ્ટેલમાં થાઈ ગર્લ લઈ આવતા ખળભળાટ મચ્યો હતો. હોસ્ટેલમાં તબીબ અને થઇ ગર્લ વચ્ચે તકરાર થતા આખો ભાંડો ફૂટ્યો હતો.
આ પણ વાંચો : સુરત વીડિયો : સ્મીમેર કોલેજ વિવાદમાં સપડાઈ, હોસ્ટેલમાં રંગરેલિયા મનાવવા થાઈ ગર્લ બોલાવાઈ
Published on: Jun 14, 2024 08:28 AM
