Surat: કોસાડનો કુખ્યાત અને ડ્રગ્સ માફીયા ચિનો કાકુજી પિસ્તોલ સાથે અમરોલી આવાસમાંથી ઝડપાયો, જુઓ Video

Surat: કોસાડનો કુખ્યાત અને ડ્રગ્સ માફીયા ચિનો કાકુજી પિસ્તોલ સાથે અમરોલી આવાસમાંથી ઝડપાયો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 26, 2023 | 11:37 AM

સુરતનો ડ્રગ્સ માફીયા ચિનો કાકુજી પોલીસના સકંજામાં આવી ગયો છે. ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ માફીયા ચિનો કાકુજીની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. કોસાડનો કુખ્યાત અને ડ્રગ્સ માફીયા અમરોલી આવાસમાંથી ઝડપાયો છે.

Surat : સુરતનો ડ્રગ્સ માફીયા ચિનો કાકુજી પોલીસના સકંજામાં આવી ગયો છે. ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ માફીયા ચિનો કાકુજીની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. કોસાડનો કુખ્યાત અને ડ્રગ્સ માફીયા અમરોલી આવાસમાંથી ઝડપાયો છે. ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ ગુર્જર અને ચીના કાકુજી વચ્ચે ગેંગ વોર ચાલે છે. જેથી ડ્રગ્સ માફીયા ચિનો પિસ્તોલ લઈને ફરતો હોવાનું બહાર આવ્યું હતું. ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ હાલ જામીન પર બહાર છે.

આ પણ વાંચો : Surat : ઉધના પોલીસે વાહન ચોરીના 12 ગુનાના ભેદ ઉકેલ્યા, ચોરી કરનાર અને વાહન ખરીદનાર સહિત 3 આરોપીની ધરપકડ

તો બીજી તરફ આજે સુરતના પલસાણામાં ATM તોડીને ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. આ મામલે સુરત ગ્રામ્ય LCBએ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. સુરત ગ્રામ્ય LCBએ ચોરીના પ્રયાસના કેસમાં 4 કિશોરને ઝડપી પાડ્યા હતા. તેમજ ગુનાના કામમાં ઉપયોગમાં લીધેલા હથિયારો પણ જપ્ત કરાયા હતા. પલસાણામાં બે દિવસ પહેલા ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેન્કનું ATM તોડવાનો પ્રયાસ CCTVમાં કેદ થયો હતો. આ CCTVના આધારે જ પોલીસે ગુનેગારોને ઝડપી પાડ્યા છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો