Surat : મટકી ફોડના કાર્યક્રમ દરમિયાન કરતબ બતાવતા યુવાનનો જીવ જોખમમાં મુકાયો, મોઢામાંથી આગની જ્વાળાઓ કાઢતો યુવાન બચ્યો, જૂઓ Video

આજકાલ યુવાનોમાં મટકીફોડનો જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે. આ ક્રેઝમાં કંઈક અલગ કરવા અને પોતાને બધાથી અલગ બતાવવા માટે અવનવું કરતાં રહે છે. કંઈ વિશિષ્ટ કરવાની યુવાઓની લાગણી સમજી શકાય, પરંતુ સાથે તેઓ સાવધાની નથી રાખતા, કેટલીક બાબતોમાં યુવા ઉત્સાહના અતિરેકમાં થોડો બેદરકાર બનતો જાય છે અને તેના કારણે તેના જીવ માથે જોખમ ઊભું થાય છે. શહેરમાં જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ આવી જ બે ઘટનાઓ સામે આવી છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Sep 07, 2023 | 11:15 AM

Surat : આજે જન્માષ્ટમીનો (Janmashtami )પર્વ છે અને ગુજરાત સહિત દેશભરમાં જન્માષ્ટમી પર્વને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુરત શહેરમાં જન્માષ્ટમીના પૂર્વ દિવસે શાળા કોલેજોમાં મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. આ દરમ્યાન સ્ટંટ કરવા જતા એક યુવક માંડ માંડ બચ્યો હતો.આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો- Ahmedabad : એસજી હાઇવે પર કાર અકસ્માત સર્જનાર આરોપી નિમેષ પંચાલની ધરપકડ, જુઓ Video

આજકાલ યુવાનોમાં મટકીફોડનો જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે. આ ક્રેઝમાં કંઈક અલગ કરવા અને પોતાને બધાથી અલગ બતાવવા માટે અવનવું કરતાં રહે છે. કંઈ વિશિષ્ટ કરવાની યુવાઓની લાગણી સમજી શકાય, પરંતુ સાથે તેઓ સાવધાની નથી રાખતા, કેટલીક બાબતોમાં યુવા ઉત્સાહના અતિરેકમાં થોડો બેદરકાર બનતો જાય છે અને તેના કારણે તેના જીવ માથે જોખમ ઊભું થાય છે. શહેરમાં જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ આવી જ બે ઘટનાઓ સામે આવી છે, જેમાં મટકી ફોડના કાર્યક્રમ દરમિયાન બે યુવાનોના જીવ જોખમમાં મુકાયા હતા.

સુરતની એસ.ડી.જૈન કોલેજ કેમ્પસમાં ગોવિંદામંડળના યુવાનો મટકીફોડ માટે આવ્યા હતા અને તે દરમિયાન વિવિધ કરતબ દરમિયાન મોઢામાંથી આગની જ્વાળાઓ કાઢતો યુવાન માંડ બચ્યો, પણ ચહેરોના ભાગે દાઝી ગયો હતો. તો ભગવાન મહાવીર કોલેજમાં મટકીફોડ માટે ક્રેઈન બોલાવવામાં આવી હતી અને એક યુવાન ક્રેઈન પર ખરાબ રીતે લટકી ગયો હતો. આવા કાર્યક્રમો સમયે કોલેજ સત્તાવાળાઓની પણ બેદરકારી છતી થઈ હતી.

મહત્વનું છે કે તહેવારોની ઉજવણી જરૂરી છે પરંતુ તકેદારીઓ રાખવી પણ ખૂબ જ જરૂરી છે કારણકે થોડીક પણ બેદરકારી ભારે પડી શકે છે અને દુર્ઘટના સર્જાઈ શકે છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">