AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા AAPમાં જોડાય તેવી શકયતા

Surat : પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા AAPમાં જોડાય તેવી શકયતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2022 | 7:46 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Election 2022) પડધમ વાગી રહ્યા છે. તેવા સમયે રાજકીય પક્ષો દ્વારા તોડ જોડનું રાજકારણ પણ ચરમસીમા પર છે. જેમાં નેતાઓની એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની પ્રવુતિ પણ વધી છે. તેવા સમયે સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. તેવા સમયે રાજકીય પક્ષો દ્વારા તોડ જોડનું રાજકારણ પણ ચરમસીમા પર છે. જેમાં નેતાઓની એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની પ્રવુતિ પણ વધી છે. તેવા સમયે સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. આ બંને આગેવાનો ગારિયાધારમાં યોજાનાર AAPની સભામાં જોડાય તેવી શક્યતા છે. જેમાં અલ્પેશ કથિરીયાએ બેઠક બાદ નિર્ણય લીધો છે. હાલ અલ્પેશ કથિરીયાની પાટીદાર યુવા નેતા તરીકેનો ઓળખ છે.

જો કે આ પૂર્વે  પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા  ભાજપમાં  જોડાય તેવી અટકળો તેજ થઈ હતી. જેમાં સુરતના પાટીદારોને રીઝવવા માટે અલ્પેશ કથીરિયાને ભાજપમાં સામેલ કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. જો કે આ દરમ્યાન પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી કે જો પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચે તો વિચારીશું. તેમજ આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને નોકરી મળે. જો ભાજપ આ બંને મુદ્દાનો ઉકેલ લાવે તો વિચારીશું. તેમજ સત્તા પક્ષ કે વિપક્ષમાંથી જે પણ ઉકેલ લાવશે તેની સાથે જઇશ.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના પાટીદાર આંદોલનના ચહેરા રહેલા હાર્દિક પટેલે પણ કોંગ્રસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે. જેમાં ભાજપને ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસરના લીધે બેઠકોમાં ઘટાડો નોંધાયો હતો. જેના પગલે ભાજપે આ વર્ષે પાટીદાર વોટબેંકને અંકે કરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

Published on: Oct 29, 2022 07:44 PM
g clip-path="url(#clip0_868_265)">