સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરે તે પહેલા જ વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બુર્સ કેમ વિવાદમાં સપડાઈ? જાણો વિગતવાર માહિતી વીડિયો દ્વારા

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરે તે પહેલા જ વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બુર્સ કેમ વિવાદમાં સપડાઈ? જાણો વિગતવાર માહિતી વીડિયો દ્વારા

| Edited By: | Updated on: Dec 13, 2023 | 8:46 AM

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરે તે પહેલા જ વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બુર્સ અને PSP પ્રાઇવેટ લિમિટેડ કંપની વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. ડાયમંડ બુર્સનું નિર્માણ તો થઇ ગયું છે પરંતુ તેના પેમેન્ટને લઇને હવે મામલો કોર્ટમાં પહોંચ્યો છે.

સુરત ડાયમંડ બુર્સના ડિરેક્ટરો દ્વારા PSP કંપનીને 538 કરોડ ચૂકવવામાં આવ્યા ન હોવાના આક્ષેપ થયા છે જેથી કંપની દ્વારા અત્યાર સુધીના બાકી નાણાના વ્યાજ સહિત કુલ 631 કરોડનો ક્લેમ કોર્ટમાં કરવામાં આવ્યો છે. એક તરફ બુર્સના ડિરેક્ટરો કંપનીને કોઇ રકમ ચૂકવવાની બાકી ન હોવાનો દાવો કરી રહ્યા છે ત્યારે હવે સમગ્ર મામલે PSP લિમિટેડે ડાયમંડ બુર્સના કર્તાહર્તાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

આ પણ વાંચો : સુરત : હોટલ અને રેસ્ટોરન્ટમાં GST વિભાગના સામુહિક દરોડાના કેસમાં રૂપિયા 1.25 કરોડની કરચોરી ઝડપાઇ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 13, 2023 08:45 AM