Breaking News : સુરતના આ વિસ્તારમાં પાણીની લાઈન ફાટી અને થઈ જોવા જેવી, જુઓ Video

Breaking News : સુરતના આ વિસ્તારમાં પાણીની લાઈન ફાટી અને થઈ જોવા જેવી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 23, 2026 | 4:19 PM

સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં પાણીની મુખ્ય લાઈન અચાનક ફાટતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આ ઘટનાને કારણે હજારો લિટર પાણીનો બેફામ વેડફાટ થયો છે, જે સ્થાનિકો માટે હાલાકીનું કારણ બન્યો છે.

સુરત શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં પાણીની મુખ્ય લાઈન અચાનક ફાટી ગઈ હતી, જેના કારણે રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પાણી ફરી વળ્યું હતું. આ ઘટનાને પગલે હજારો લિટર પાણીનો બેફામ વેડફાટ થયો હોવાનું સામે આવ્યું છે. પાણીના પ્રેશરના કારણે રસ્તો પણ ઉબડખાબડ બની ગયો હતો. આસપાસના સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, અને અવરજવર પર પણ અસર થઈ હતી.

પાણીની લાઈન કયા કારણોસર ફાટી તેનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને જાણ કરવામાં આવતા તંત્ર તરત જ દોડતું થયું હતું. અધિકારીઓ દ્વારા વહેલી તકે ભંગાણનું સમારકામ કરવાની અને સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી છે. હાલમાં સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે.

આ ઘટનાએ શહેરમાં પાણીની લાઈનોના જાળવણી અને દેખરેખ અંગે સવાલો ઉભા કર્યા છે. એક તરફ પાણી બચાવવાની અપીલ કરવામાં આવે છે, ત્યારે આવી ઘટનાઓથી પાણીનો મોટા પાયે વેડફાટ ચિંતાનો વિષય બન્યો છે. તંત્ર દ્વારા લાઈન ફાટવાના મૂળ કારણની તપાસ કરીને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પગલાં લેવાય તેવી સ્થાનિકોની માંગ છે.

ખબર પડી કે દારૂ પીવાથી મોત થાય છે, તો બુટલેગર જ 4 બોટલ ગટગટાવી ગયો, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.