સુરત વીડિયો : સ્મીમેર કોલેજ વિવાદમાં સપડાઈ, હોસ્ટેલમાં રંગરેલિયા મનાવવા થાઈ ગર્લ બોલાવાઈ

|

Jun 11, 2024 | 7:45 AM

સુરત : સતત વિવાદોમાં રહેતી સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદના વંટોળમાં આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે.

સુરત : સતત વિવાદોમાં રહેતી સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદના વંટોળમાં આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે.

એક રેસિડન્ટ ડોક્ટરે સેટરડે નાઇટ મનાવવા કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવી હોવાના આક્ષેપ થતા સમગ્ર સુરતમાં ખળભળાટ મચી ગયો છે. હોસ્ટેલના રૂમમાં આ થાઈ ગર્લને લઈ ગયા બાદ રંગરેલિયા મનાવે તે પહેલાં જ ડોક્ટરનો ફજેતો થયો હતો.

કોઇક બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયા બાદ ભાન ભૂલેલા ડોક્ટરે થાઈ ગર્લને ફડાકો મારી દેતા અસ્ત-વ્યસ્ત કપડામાં ગર્લ બહાર આવી ગઈ હતી. આ મામલે સ્મીમેર મેડિકલ કોલેજના ડીન દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. પહેલા કમિટી બનાવવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.

Next Video