સુરત વીડિયો : અડાજણમાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં પોલીસનો ખુલાસો, ભણતરના ભાર તળે તણાવમાં યુવતીએ અંતિમ પગલું ભર્યું હતું

|

Mar 05, 2024 | 9:44 AM

સુરત: અડાજણ વિસ્તારમાં વિદ્યાર્થિનીના આપઘાતમાં પોલીસે ઘટના પાછળનું કારણ શોધી કાઢવાનો દાવો કર્યો છે. વિદ્યાર્થિનીએ ભણતરના ભાર તળે તણાવમાં પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ સિવાય અન્ય પાસાઓની પણ પોલીસ તપાસ કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે યુવતીએ મોઢે પ્લાસ્ટિકની થેલી બાંધી આપઘાત કર્યો હતો. પરીક્ષાના તણાવમાં પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સુસાઇડ નોટમાં અભ્યાસમાં મહેનત ન કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે. મૃતક વિદ્યાર્થીની ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અડાજણના આમ્રપાલી રો-હાઉસમાં આ ઘટના બની હતી. મૃતકના પિતા મુંબઇમાં GST આસિ. કમિશનર છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:43 am, Tue, 5 March 24

Next Video