સુરત વીડિયો : પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી, 12 ગુના નોંધવામાં આવ્યા

author
| Edited By: | Updated on: Jul 05, 2024 | 9:55 AM

સુરત : રાજ્યભરમાં પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી છે..જે અંતર્ગત સુરતમાં લોક દરબારનું આયોજન કરાયું હતું.  પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી પણ શરૂ કરી છે.

સુરત : રાજ્યભરમાં પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી છે.જે અંતર્ગત સુરતમાં લોક દરબારનું આયોજન કરાયું હતું.  પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી પણ શરૂ કરી છે.

પોલીસ હેડ ક્વાર્ટર કોમ્યુનિટી હોલ ખાતે ઝોન-4 હેઠળ આવતા અઠવા, ઉધના, ખટોદરા, પાંડેસરા અને વેસુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લોકો માટે લોકદરબાર યોજાયો હતો. લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત પરિવારો હાજર રહ્યા અને સુરત પોલીસ કમિશનર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. લોકોની રજૂઆતને ધ્યાને લઈને લોક દરબાર બાદ વ્યાજખોરો સામે 12 ગુના નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ભરૂચ : ઊંચા વ્યાજ દરે નાંણાનું ધિરાણ કરતા વ્યાજખોરની ધરપકડ કરાઈ, 10% વ્યાજ વસુલવામાં આવતું હતું

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો