સુરત વીડિઓ : પોલીસે વ્યાજખોર ભાઈ-બહેનની ધરપકડ કરી, 3.75 લાખ સામે 11 લાખની વસુલાત માટે ધાકધમકી આપતા હતા
સુરત : સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે ઝૂંબેશ ઉપાડી છે. અઠવા વિસ્તારમાં ગેરકાયદે રૂપિયા વ્યાજે આપીને બેફામ વ્યાજ વસૂલનાર ભાઈ-બહેનની પોલીસે ધરપકડ કરી છે.
સુરત : સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે ઝૂંબેશ ઉપાડી છે. અઠવા વિસ્તારમાં ગેરકાયદે રૂપિયા વ્યાજે આપીને બેફામ વ્યાજ વસૂલનાર ભાઈ-બહેનની પોલીસે ધરપકડ કરી છે.
જ્યોતિ ઠક્કર અને જીગર સાંદરાણી પર વ્યાજખોરી કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. બંને આરોપીઓને પોલીસની કસ્ટીમાં લેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલ જ્યોતિ અને જીગર ભાઈ બહેન છે જે ઊંચા વ્યાજ પર નાણાં ધીરધારનું કામ કરતા હતા.
ફરિયાદીએ વર્ષ 2022માં 3 લાખ 75 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા.જેના બદલમાં અત્યાર સુધીમાં 9 લાખ 67 હજાર રૂપિયા ચુકવ્યા હતા તેમ છતાં ધાક-ધમકી આપીને 11 લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી પાડ્યા છે.