સુરત વિડીયો : એથર ઇન્ડસ્ટ્રીઝને ક્લોઝર અપાયું, જાણો જીવ ગુમાવનાર કમભાગી કોણ હતા?
સુરત : સચિનની એથર ઈન્ડસ્ટ્રીઝમાં અકસ્માતની ઘટનામાં 7 લોકોના મોત નિપજતાં અરેરાટી ફેલાઈ હતી. કંપનીના 20થી વધુ કામદાર હજુ સારવાર હેઠળ છે. ઘટના બાદ પ્લાન્ટ કાટમાળમાં ફેરવાયો છે.
સુરત : સચિનની એથર ઈન્ડસ્ટ્રીઝમાં અકસ્માતની ઘટનામાં 7 લોકોના મોત નિપજતાં અરેરાટી ફેલાઈ હતી. કંપનીના 20થી વધુ કામદાર હજુ સારવાર હેઠળ છે. ઘટના બાદ પ્લાન્ટ કાટમાળમાં ફેરવાયો છે. જીપીસીબીએ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી પ્લાન્ટ બંધ કરાવી દીધો છે.
29 નવેમ્બરની સાંજે માહિતી સામે આવી હતી કે 7 કામદાર લાપતા હતા. આ કામદાર ટેન્કની આસપાસ હતા જે ટેન્કમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 7 કામદારના નામ
- દિવ્યેશ પટેલ
- સંતોષ વિશ્વકર્મા
- સનતકુમાર મિશ્રા
- ધર્મેન્દ્રકુમાર
- ગણેશ પ્રસાદ
- સુનિલ કુમાર
- અભિષેક સીંગ