સુરત વીડિયો : સચિન GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની દુર્ઘટનામાં કાટમાળમાંથી 7 મૃતદેહ બહાર કઢાયા

|

Jul 07, 2024 | 10:13 AM

સુરત: સચિન GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો છે. આખીરાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. ઘટનામાં મૃતકઆંક 7 થયો છે.

સુરત: સચિન GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો છે. આખીરાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. ઘટનામાં મૃતકઆંક 7 થયો છે. ઘટનાના પગલે ફાયર બ્રિગેડ સાથે પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સવારે ઘટનાના કલાકો બાદ પણ એક મહિલા કાટમાળમાંથી જીવતી મળી આવી હતી.

સુરતના સચિન GIDC વિસ્તારમાં 6 માળની ઈમારત ધરાશાયી થતા કાટમાળમાં મેગા રેસ્ક્યુ ઓપરેશન ચલાવાયું હતું. દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જેસીબી મશીનની મદદથી ઈમારતનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરાઈ હતી. આખી રાત ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન હકીકત સામે આવી હતી કે અચાનક ઈમારત ધરાશાયી થતા 15 જેટલા લોકોને નાની મોટી ઈજા આવી તો 7 લોકોએ જીવ ગુમાવ્યો છે.બિલ્ડીંગ ધરાશાયી થતા અત્યાર સુધી કુલ 7ના મોત થયા છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક મહિલા જીવીત બહાર કઢાઈ હતી .

આ પણ વાંચો : Ahmedabad Rathyatra 2024 : મંદિરમાં બનાવાયો ચોખ્ખા ઘીના ખીચડાનો પ્રસાદ, અંદાજે 1 લાખ ભક્તો લેશે પ્રસાદનો લાભ

Published On - 7:54 am, Sun, 7 July 24

Next Video