સુરત વીડિયો : યુનિવર્સિટીના કોન્ટ્રાકટ હેઠળના કર્મચારી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જાણો કારણ

|

Jun 27, 2024 | 11:10 AM

સુરત: યુનિવર્સિટીના કોન્ટ્રાકટ પર ના કર્મચારીએ વિરોધ પ્રદર્શન કર્યું છે. 11 માસના કરાર આધાર કર્મચારી વિરોધ કરી રહયા છે. ત્રીજા મહિનાનો કોન્ટ્રાકટ પૂર્ણ થતા મામલો બિચક્યો હતો.

સુરત: યુનિવર્સિટીના કોન્ટ્રાકટ પર ના કર્મચારીએ વિરોધ પ્રદર્શન કર્યું છે. 11 માસના કરાર આધાર કર્મચારી વિરોધ કરી રહયા છે. ત્રીજા મહિનાનો કોન્ટ્રાકટ પૂર્ણ થતા મામલો બિચક્યો હતો.

11 માસ ની જગ્યા પર માત્ર 2 મહિનાનો કોન્ટ્રાકટ આપતા વિરોધ થઇ રહ્યો છે. આ બે મહિનાનો કોન્ટ્રાકટ લોલીપોપ બરાબર હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

11 મહિનાના કોન્ટ્રકટની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીના ક્લાર્ક ,પિયૂન ,સ્વીપર ,માળી ,હેલ્પરઓનો VC ની ચેમ્બર બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જ્યાં સુધી 11 મહિના નો કરાર લેખિતમાં નહિ આપે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

DRB કોલેજના એડમિશનનો મામલો વિવાદીત બન્યો

DRB કોલેજના એડમિશન ઓફર લેટરનો મામલો વિવાદિત બન્યો છે. કોલેજમાં 106 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. અહીં નોંધનીય છે કે મેરિટમાં ના હોય તેવા 106 વિદ્યાર્થીઓને એડમિશન અપાયા હતા.

ઉલ્લેખનીય છે કે 600 બેઠકો સામે 5223 એડમિશન ઓફર લેટર અપાયા હતા. VNSGUએ કમિટી બનાવીને તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. GCAS પોર્ટલની પ્રક્રિયાની ઉપરવટ થઇને એડમિશન આપ્યા હતા. VNSGUના વાઇસ ચાન્સેલરે DRB કોલેજમાં BBAના એડમિશન સ્થગિત કર્યા છે. આ વિવાદના પગલે વિદ્યાર્થીઓના ભાવિ સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે.

 

આ પણ વાંચો : આજનું હવામાન : ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા, જુઓ Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video