સુરત વીડિયો : જાણીતા બિલ્ડર અને હીરા વેપારી વસંત ગજેરા સામે ગુનો નોંધાયો, જાણો મામલો શું છે?
સુરત: જાણીતા બિલ્ડર અને ડાયમંડ મર્ચન્ટ વસંત ગજેરા સામે ગુનો નોંધાયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાલ પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે વસંત ગજેરા સામે પાલમાં કરોડોની જમીન પચાવી પાડવાનો આક્ષેપ થયો છે.

આ મામલામાં કુલ 5 શખ્સો સામે ગુનો નોંધાયો છે. એટ્રોસિટીની કલમ મુજબ પણ ગુનો નોંધાયો છે. અધિકારીઓ સાથે મળી ત્રણ વિઘા જમીનનો દસ્તાવેજ કરાવી લેવાનો આરોપ લાગ્યો છે. આ મામલામાં પચાવી પાડેલી જમીન આરોપીઓએ 90કરોડમાં વેચવા કાઢી હતી. મામલે ઉહાપોહ પણ મચ્યો હતો.
આ પણ વાંચો : સુરત : પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે, દંડ અને મેન્ટલ ફિટનેસનું સર્ટીફિકેટ આપવા પડશે, જુઓ વીડિયો