સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ થયા કોરોના સંક્રમિત, હોમ આઇસોલોટ થયા

|

Jan 03, 2022 | 10:08 PM

વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કે.એન.ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના પગલે કુલપતિ કે.એન.ચાવડા હોમ આઈસોલેટ થયા છે.

ગુજરાતમાં (Gujarat)સુરતમાં(Surat)કોરોનાનો પ્રકોપ દિવસને દિવસે વધી રહ્યો છે. જેમાં સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના(Vir Narmad University) કુલપતિને (Vice Chancellor) કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. યુનિવર્સિટીના કુલપતિ કે.એન.ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના પગલે કુલપતિ કે.એન.ચાવડા હોમ આઈસોલેટ થયા છે.

ઉલ્લેખનીય છે કે સુરતની સ્કૂલોમાં (Schools) કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.  રવિવારે  કોરોનાના નવા 209 કેસ નોંધાયા. જેમાં 19 વિદ્યાર્થીઓ (Students) અને 4 શિક્ષકો (Teachers) પણ સામેલ છે. છેલ્લા 9 દિવસમાં વિદ્યાર્થીઓના કેસની સંખ્યા વધીને 126 થઈ ગઈ છે. જે સ્કૂલોમાં કોરોનાના કેસ નોંધાયા છે તેમાં મહાવીર સ્કૂલ, SD જૈન, લૂડ્સ કોન્વેન્ટ, JH અંબાણી, LP સવાણી વેસુ અને પાલ, LPD સ્કૂલ પુણા, ગુરૂકુળ વિદ્યાલય, GD ગોએન્કા, રિવરડેલ, ગજેરા, લિટર ફ્લાવર સ્કૂલ અને ગુરૂકૃપા વિદ્યાલયનો સમાવેશ થાય છે.

કયા વિસ્તારમાં કેટલા કેસ?

શહેરમાં નોંધાયેલા 209 કેસમાંથી 91 કેસ અઠવા, 30 કેસ રાંદેર અને 26 કેસ કતારગામમાં છે. કુલ એક્ટીવ કેસની સંખ્યા 743 થઇ છે. જેમાંથી 23 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. તો બીજીતરફ શહેરમાં કોરોનાના વધતા કેસ વચ્ચે માઇક્રો કન્ટેનમેન્ટની કડક અમલવારી કરવા પાલિકાએ કવાયત હાથ ધરી છે. 1 અઠવાડિયા અગાઉ 143 માઇક્રો કન્ટેઇનમેન્ટ હતા. જે હાલમાં વધીને 264 ઉપર થઈ ગયા છે. તો આતરફ ધન્વંતરી રથ 135થી 200 અને સંજીવની રથ 15થી 40 કરાયા છે.

આ પણ વાંચો : Vadodara: શિક્ષક દંપતીની અનોખી પહેલ, 20 વર્ષથી શાળામાં જ શાકભાજી ઉગાડી વિદ્યાર્થીઓને ખવડાવે છે

આ પણ વાંચો :  અમદાવાદ શહેરમાં ફલાવર શૉ-યોજાશે, આરોગ્ય પ્રધાનનું સ્પષ્ટીકરણ

Next Video