અમદાવાદ શહેરમાં ફલાવર શૉ-યોજાશે, આરોગ્ય પ્રધાનનું સ્પષ્ટીકરણ

અમદાવાદ શહેરમાં ફલાવર શૉ-યોજાશે, આરોગ્ય પ્રધાનનું સ્પષ્ટીકરણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 5:17 PM

અમદાવાદ- સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવે છે. અને લાખોની સંખ્યામાં લોકો તેની મુલાકાત લેતા હોય છે. માત્ર અમદાવાદ જ નહીં, આ આકર્ષણ જોવા માટે શહેરની બહારના લોકો પણ આવતા હોય છે.

અમદાવાદ શહેરમાં યોજાશે (Flower Show) ફ્લાવર શો.કોર્પોરેશન દ્વારા દર વર્ષે યોજાતા ફ્લાવર શોને લઇ આરોગ્ય પ્રધાન (Health Minister) ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે.તેમણે કહ્યું કે આ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન થશે.કોવિડ  (Corona) પ્રોટોકોલ મુજબ ફ્લાવર શોનું આયોજન કરાશે.સાથે સાથે ઋષિકેશ પટેલે રાજ્યના લોકોને અપીલ કરી.અને કહ્યું કે લોકો રેલી કે સામાજિક મેળાવડામાં કોરોનાના નિયમનો ભંગ ન કરે.

નોંધનીય છેકે અમદાવાદ- સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવે છે. અને લાખોની સંખ્યામાં લોકો તેની મુલાકાત લેતા હોય છે. માત્ર અમદાવાદ જ નહીં, આ આકર્ષણ જોવા માટે શહેરની બહારના લોકો પણ આવતા હોય છે. પરંતુ આ વર્ષે પહેલીવાર એવુ બનશે કે, ફ્લાવર શૉની ટિકિટ માત્ર ઓનલાઈન જ મળશે. ફ્લાવર શૉમાં તમે કયા દિવસે અને કયા સમયે જવા માંગો છો તે અનુસાર પહેલાથી ટિકિટ બુક કરાવવાની રહેશે.

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા છે. તેમણે આગળ જણાવ્યું કે, એક સમયે ફ્લાવર શૉમાં 400 જ લોકોને પ્રવેશ આપવામાં આવશે, તેઓ એક કલાક સુધી અંદર રહી શકશે. એક કલાક માટે 400 ટિકિટ બુક થઈ જશે તો બુકિંગ બંધ થઈ જશે. મુલાકાતીઓ એડવાન્સમાં ટિકિટ બુક કરાવી શકશે. પરંતુ, હાલ અમદાવાદ કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે. ત્યારે ફ્લાવર-શૉના આયોજનને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં કિશોરો માટે રસીકરણનો પ્રારંભ, સાત દિવસમાં બે લાખ કિશોરોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક

આ પણ વાંચો : રાજ્યમાં 6,306 સેન્ટર પરથી કિશોરોના રસીકરણની કામગીરી શરુ, આરોગ્ય પ્રધાને કહ્યું રસીનું ‘સુરક્ષા કવચ આપવા સરકાર પ્રયત્નશીલ’

Published on: Jan 03, 2022 05:14 PM
g clip-path="url(#clip0_868_265)">