Surat: સુરતના વરાછામાં બે યુવકોએ દુકાનમાં ઘૂસી ચપ્પુની અણીએ તેલનાં ડબ્બાની ચલાવી લૂંટ, CCTV આવ્યા સામે, જુઓ Video
વરાછા વિસ્તારમાં આ ઘટના સામે આવી છે. જ્યાં એક કરિયાણાના દુકાનદાર ને ચપ્પુ બતાવીને તેલના ડબ્બાની લૂંટ કરાઈ હતી. બાળક અને મહિલા ગ્રાહકોની હાજરીમાં જ દુકાનદાર પર અણીદાર ચપ્પા વડે હુમલો કરવાનો પ્રયાસ પણ આવ્યો હતો.
સુરત શહેરમાં ચપ્પાની અણીએ તેલના ડબ્બાનૂ લૂંટ કરાઈ હોવાની ઘટના સામે આવી છે. વધતી મોંઘવારી હવે ચોરોના માથે પણ હાવી થઈ હોય એવી આ ઘટના સામે આવી છે. આમ તો હાલમાં ટામેટાની લૂંટના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યાં હવે તેલના ડબ્બા દુકાનમાં ઘૂસીને લૂંટી ગયા હતા. સુરત શહેરમાં આવેલા વરાછા વિસ્તારમાં આ ઘટના સામે આવી છે. જ્યાં એક કરિયાણાના દુકાનદાર ને ચપ્પુ બતાવીને તેલના ડબ્બાની લૂંટ કરાઈ હતી.
દુકાનનુ શટર લુંટારુએ બંધ કરીને ધમકીઓ આપી હતી, પરંતુ એક બાળકે શટર બહારથી ખોલી નાંખ્યુ હતુ. જેથી અન્ય ગ્રાહક પણ દુકાનમાં આવ્યા હતા. દુકાનદાર પણ અણીદાર ચપ્પા વડે હુમલાનો પ્રયાસ કરવામાં પણ આવ્યો હતો. દુકાનમાં બાળકો અને મહિલાઓ હાજર હોવા દરમિયાન દુકાનદાર ઉપર હુમલો કરવાનો આવ્યો હતો. દુકાનદારને ડરાવીને તેલના ડબ્બા બે યુવકો લઈને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ પોલીસને ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી આધારે 2 શખ્શોની ધરપકડ કરી છે. બંને યુવકોની ધરપકડ કરીને વરાછા પોલીસે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચોઃ Sabarkantha: ભરતી કૌંભાડમાં સંડોવાયેલા 11 કર્મચારીઓ પર UGVCL દ્વારા કાર્યવાહી, સસ્પેન્ડ કરવાનો કરાયો આદેશ
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા