SURAT : બાળકો માટે નોઝલ વેકસીનની થર્ડ ટ્રાયલ ચાલુ છે : મનસુખ માંડવીયા
બાળકોની વેકસીનને લઈ સુરતમાં આરોગ્ય કેન્દ્રીય પ્રધાનને મહત્વનું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા જણાવ્યું હતું કે બાળકો માટે રસીનું પરીક્ષણ ચાલી રહ્યું છે,
બાળકોની વેકસીનને લઈ સુરતમાં આરોગ્ય કેન્દ્રીય પ્રધાનને મહત્વનું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા જણાવ્યું હતું કે બાળકો માટે રસીનું પરીક્ષણ ચાલી રહ્યું છે, બાળકો માટે નોઝલ વેકસીનની થર્ડ ટ્રાયલ ચાલુ છે. તેમજ ટેક્નિકલ કમિટી એપૃવલ આપ્યું, જ્યારે વિશેષ કમિટીમાં એનલીસ ચાલી રહ્યું હોવાનુ કહ્યું હતું. તેમજ આજ દિવસ સુધીમાં 97 કરોડ ડોઝ લગાવાયા હોવાનું અને થોડા દિવસમાં વેક્સિનનો 100 કરોડનો આંકડો પાર થશે તેવું કેન્દ્રીય આરોગ્ય પ્રધાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં માંડવીયા
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્યમંત્રીમનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, ‘પાટીદાર ગ્લોબલ સમિટમાં અનેક ઉદ્યોગકારો ભાગ લેશે, જેના થકી ઉદ્યોગક્ષેત્રે પણ વિકાસ થશે. વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે, જો દરેક દેશવાસી એક ડગલું આગળ વધે તો સમગ્ર દેશ ૧૩૦ કરોડ ડગલા આગળ વધશે.
માંડવીયાએ વધુમાં જણાવ્યું કે, ગ્લોબલ સમિટ દ્વારા વિવિધ ઉદ્યોગકારોની આવડત તેમની સૂઝ-બુઝ તેમજ નવા વિચારોનું આદાનપ્રદાન થશે. કૃષિ અને સહકાર એ પાટીદાર સમાજના સ્વભાવમાં વણાયેલા છે. વ્યવસાયમાં વૃધ્ધિ, વેપાર- ઉદ્યોગનું પરસ્પર જોડાણ અને આર્થિક તથા સામાજિક ઉત્થાન દ્વારા દેશને વિકાસમાર્ગે વધુ તેજ ગતિથી અગ્રેસર કરી શકાશે એમ મંત્રીએ કહ્યું હતું. ગ્લોબલ સમિટ ઈન્ટરનેશનલ સમીટ બની છે, જે સામૂહિક પ્રયાસરૂપે આગળ વધે તો એનો લાભ અન્ય સમાજને પણ મળતો રહે તે જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ

દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા

બેફામ બન્યા ખાણ માફિયા, રેતીનુ ગેરકાયદે ખનન કરવા નદીનું વહેણ રોક્યુ

પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
