સુરત : મિની ભારત તરીકે ઓળખાતા પલસાણામાં આસ્થા સાથે છઠ પૂજાના તહેવારની ઉજવણી કરાઈ

સુરત : મિની ભારત તરીકે ઓળખાતા પલસાણામાં આસ્થા સાથે છઠ પૂજાના તહેવારની ઉજવણી કરાઈ

| Edited By: | Updated on: Nov 20, 2023 | 11:38 AM

ઉતર ભારતીય પરીવોરોનો સૌથી મહત્ત્વપૂર્ણ છઠ પૂજા પર્વને લઈ સુરતનુ કડોદરા નગર ઉત્સવની ઉજવણીમાં લીન બન્યું  હતુ . નહેરનાં કિનારાઓ ઉપર મોટી સંખ્યામા  મહીલાઓ દ્વારા  સૂર્યદેવ ને અર્ધ્ય અર્પણ કરાયુ હતુ.

ઉતર ભારતીય પરીવોરોનો સૌથી મહત્ત્વપૂર્ણ છઠ પૂજા પર્વને લઈ સુરતનુ કડોદરા નગર ઉત્સવની ઉજવણીમાં લીન બન્યું  હતુ . નહેરનાં કિનારાઓ ઉપર મોટી સંખ્યામા  મહીલાઓ દ્વારા  સૂર્યદેવ ને અર્ધ્ય અર્પણ કરાયુ હતુ.

સુરતના પલસાણા તાલુકો મિની ભારત કહેવાય છે જ્યા કડોદરા, વરેલી, જોળવા, અને તાંતિથૈયા વિસ્તારમાં દરેક રાજ્યના નાગરીકો ઘર, ગામ અને રાજ્ય છોડી રોજીરોટી માટે અહી વસવાટ કરતા આવ્યા છે જેમના મોટાભાગના તહેવારો પણ મહદઅંશે અહી ઉજવતા આવ્યા છે ત્યારે છઠ પૂજા પર્વને લઈ કડોદરા, વરેલી, બગુમરા તાંતિથૈયાની નહેર કિનારે માનવ મહેરામણ ઉમટેલુ જોવા મળ્યુ હતુ.

વ્રત રાખનાર મહીલાઓ પોતાના પરીવાર સાથે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવા એકત્રીત થયા હતા. જાકે ઉતર ભારતીયોના મહત્વના છઠ પૂજન તહેવારને લઇને સ્થાનિક કડોદરા નગરપાલિકા પ્રશાસન દ્વારા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ હતી. નહેરના તટ પર  છઠ્ઠી મૈયા ને અર્ધ્ય અર્પણ કરાયુ હતુ. છઠ પૂજાનો મહીમા ઘણો હોવાને કારણે ખાસ કરીને બિહાર, ઝારખંડ, નેપાલ તેમજ ઉત્તર પ્રદેશ રાજ્યના લોકો વિશેષ તૈયારીઓ સાથે નહેર તટ પર પહોંચ્યા હતા. ત્રણ દિવસ સુધી મહીલાઓ દ્વારા ઉપવાસ સાથે ફળોનુ અર્ધ્ય સૂર્યદેવ ને અર્પણ કરાય છે જ્યારેઆજે સૂર્ય ઉગતાની સાથેજ વ્રતના પારણા કરાયા હતા.

છઠને લોક આસ્થાનો મહાન તહેવાર કહેવામાં આવે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ તહેવારમાં સાદગી, પવિત્રતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. આમાં સૂર્ય ભગવાન અને ષષ્ઠી દેવી (છઠ્ઠી મૈયા)ની પૂજા કરવામાં આવે છે.

છઠ પૂજા ચાર દિવસ સુધી ઉજવવામાં આવે છે. તેની શરૂઆત નહાય ખાયથી થાય છે, ત્યારબાદ બીજા દિવસે ખારણા, ત્રીજા દિવસે સાંજે અર્ઘ્ય ચઢાવવામાં આવે છે અને ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની પરંપરા છે.

છઠ્ઠી મૈયાને ભગવાન બ્રહ્માની માનસિક પુત્રી માનવામાં આવે છે. આ સાથે તેને ભગવાન સૂર્યની બહેન પણ કહેવામાં આવે છે. છઠ્ઠી મૈયાને સંતાનપ્રાપ્તિની દેવી માનવામાં આવે છે.

આ પણ વાંચો : ભરૂચ : સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવા મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય એકત્રિત થયા, જુઓ ડ્રોન વિડીયો

Input Credit : Jignesh Mehta- Bardoli

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 20, 2023 11:34 AM