Surat: સૌથી મોટી સ્નેહની સગાઈ, શેઠાણી-કામવાળીનો સ્નેહસેતુ, ઘડપણમાં કામવાળા વૃદ્ધાનો સહારો નિવૃત શિક્ષિકા- જુઓ Video
Surat: જેમણે પહેલા ઘરની સેવા કરી, એ કામવાળા વૃદ્ધા નિ:સહાય અને નિરાધાર બનતા હવે શેઠાણી એમની સેવા કરી રહ્યા છે. ઘડપણમાં વૃદ્ધાને તેમની માતાની જેમ સંભાળ લઈ રહ્યા છે અને શેઠાણી કામવાળી બેન રહી ચુકેલા વૃદ્ધઆની સેવા કરી રહ્યા છે.
Surat: આજના જમાનામાં ઘડપણમાં કોઈ સંતાન પોતાના માતા-પિતાની સેવા કરતું નથી અને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે. પરંતુ અહીં તો શેઠાણી કામવાળીની કરે છે સેવા અને કામવાળી વૃદ્ધાની અંતિમવિધિ માટે શેઠાણી આધાર બની છે. જીહા તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ સત્ય હકીકત છે. વાત છે સુરતની જયાં લોહીનો સંબંધ ન હોવા છતાં 40 વર્ષથી ઘરનું કામ કરતી કામવાળીની નિવૃત શિક્ષિકા સેવા કરે છે. જે કામવાળીની સેવા કરે છે તે મહિલાનું નામ છે ગીતા પટેલ. તેને લોહીનો સબંધ ન હોવા છતા લાગણી અને પ્રેમનો સબંધ નિભાવ્યો.
કામવાળા બેનએ 40 વર્ષ સુધી શિક્ષિકાના ઘરે કામ કરતા હતા. કામવાળા બેનએ શિક્ષિકા પરિવારની જેમ રાખતી હતી. પરંતુ બાદમાં તબિયત બગડી જતા શિક્ષિકાએ તેને પોતાના ઘરે જ આશરો આપ્યો. ઉપરથી શિક્ષિકાએ બીજા કામવાળા બેનને રાખીને રાજુ ગામીતની સેવા કરતી હતી. પાંચ દિવસ પહેલા વૃદ્ધા પડી જતા હાલ તે પથારીવશ છે અને તબીબે સ્થિતિ નાજુક બતાવી છે. જેથી વૃદ્ધ દંપતી ચિંતામાં આવી ગયુ છે.
વૃદ્ધ દંપતીએ હવે કામવાળા વૃદ્નાની અંતિમવિધિ કરવા માટે આધાર પુરાવાની જરૂર પડશે. જેથી સ્થાનિક કોર્પોરેટરની મદદ લઈ રાંદેર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે માનવતા દાખવી કામવાળી રાજુ ગામીતના પુરાવા માટેનો દાખલો કાઢી આપવાની તૈયારી દર્શાવી. શિક્ષિકાના પતિ રમેશ પટેલ ડીજીવીસીએલમાં ઓડિટર તરીકે નોકરી કરતા હતા અને હાલમાં તેઓ પણ રિટાયર છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો