Gujarati Video: VNSG યુનિવર્સિટીમાં ઉત્તરવહીના ઓનલાઈન મૂલ્યાંકન મામલે થશે તપાસ કમિટીની રચના, વકીલ અને સેનેટ સભ્યને કરાયા સામેલ

Gujarati Video: VNSG યુનિવર્સિટીમાં ઉત્તરવહીના ઓનલાઈન મૂલ્યાંકન મામલે થશે તપાસ કમિટીની રચના, વકીલ અને સેનેટ સભ્યને કરાયા સામેલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 12:00 AM

Surat: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહીના ઓનલાઈન મૂલ્યાંકનમાં સામે આવેલા છબરડા બાદ હવે યુનિવર્સિટીએ તપાસ કમિટીની રચના કરી છે. આ તપાસ કમિટીમાં વકીલ અને સેનેટ સભ્યનો સમાવેશ કરાયો છે.

Surat: સુરતની VNSG યુનિવર્સિટીમાં ઉત્તરવહીના ઓનલાઈન મૂલ્યાંકન મામલે તપાસ કમિટીની રચના કરાઈ છે. શિક્ષણ વિભાગના આદેશ બાદ યુનિવર્સિટીએ તપાસ કમિટીની રચના કરી છે. જેમાં વકીલ અને સેનેટ સભ્યને પણ સામેલ કરાયા છે. આ તપાસ કમિટી રિપોર્ટ તૈયાર કરીને શિક્ષણ વિભાગને સોંપશે.. ત્યારબાદ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વનું છે કે ઉત્તરવહીના ઓનલાઈન મૂલ્યાંકનથી પરિણામમાં અનેક છબરડા સામે આવ્યા હતા. સેનેટ સભ્ય ભાવેશ રબારીએ પરીક્ષા જેવી મહત્વની બાબતમાં બિનજવાબદારી પૂર્વક કામગીરી અંગે સવાલ ઉભા કર્યા હતા અને કોન્ટ્રાક્ટર કંપનીને યુનિવર્સિટી સત્તામંડળે કયા સંજોગોમાં કોન્ટ્રાક્ટ આપ્યો તે અંગે રાજ્યપાલ સમક્ષ તપાસની અરજી કરી હતી. સેનેટ સભ્યએ RTIમાં ઉત્તરવહી માગતા છબરડા બહાર આવ્યા હતા. જેને પગલે 900 વિદ્યાર્થીઓના પરિણામ રાતોરાત અટકાવવા પડ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad: હથિયારોનો સોદાગર ઝડપાયો, વાસણા પોલીસે ગેરકાયદે હથિયારોના વેપાર કેસમાં મુખ્ય આરોપીની MPથી કરી ધરપકડ

 સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Sep 11, 2023 11:48 PM
g clip-path="url(#clip0_868_265)">