Surat: સુમુલ ડેરીના ડિરેક્ટરની CMને રજૂઆત, દૂધમાં પ્રતિ લિટર બે રૂપિયા સહાય આપવા માગ

Surat: સુમુલ ડેરીના ડિરેક્ટરની CMને રજૂઆત, દૂધમાં પ્રતિ લિટર બે રૂપિયા સહાય આપવા માગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 12:38 PM

સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયા સબસીડી આપવા માગ કરી છે. જયેશ પટેલનું કહેવું છે કે કોરોનાની મહામારીમાં રોજગારીના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ડીઝલથી લઇને ઘાસચારો બધુ જ મોંઘુ થયુ છે.

Surat: ગુજરાતની 36 લાખ પશુપાલક (Animal Husbandry)મહિલાઓને દૂધમાં (Milk)પ્રતિ લિટરે રૂપિયા બેની સહાય આપવાની માગ કરવામાં આવી છે. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયા સબસીડી આપવા માગ કરી છે. જયેશ પટેલનું કહેવું છે કે કોરોનાની મહામારીમાં રોજગારીના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ડીઝલથી લઇને ઘાસચારો બધુ જ મોંઘુ થયુ છે. જેની અસર પશુપાલકો પર પડી રહી છે. જેને લઇ ગુજરાતના ગામડાના સર્વાંગી વિકાસ માટે અને ૩૬ લાખ મહિલા પશુપાલકોના કુટુંબો આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિ લિટર દુધે રૂપિયા બેની સહાય આપવા માગ કરી છે.

ગત વરસે મહાશિવરાત્રીએ ડેરીમાં દૂધ અને છાશનું રેકોર્ડબ્રેક વેચાણ થયું

નોંધનીય છેકે ગત વરસે સુરત સહિત સમગ્ર રાજ્યમાં મહાશિવરાત્રિની ઉજવણી રંગેચંગે થઈ હતી. ગત વરસે કોરોના ગાઈડ લાઈન સાથે મંદિરોમાં ઉજવણી થઈ હતી. જે વખતે મહાદેવનો આ તહેવાર સરતની સુમુલ ડેરીને ફળ્યો હતો. અને, ગત વરસે એક જ દિવસમાં સુમુલ ડેરી દ્વારા અધધ 14 લાખ લિટર દૂધનુ વેચાણ કરવામાં આવ્યુ હતું.

સામાન્ય દિવસોમાં સુમુલ ડેરી દ્વારા 11 લાખ લિટર દૂધનું વેચાણ થતુ હોય છે. પરંતુ મહાદેવના તહેવારના દિવસે શિવાલયોમાં અભિષેક અને ઉપવાસમાં દૂધની માંગ વધુ રહેતી હોવાથી સામાન્ય દિવસો કરતા ત્રણ લાખ લિટર વધુ દૂધનું વેચાણ થયુ હતું. શિવરાત્રિ નિમિતે સામાન્ય દિવસો કરતાં 3 લાખથી વધુ લિટર દૂધનું વેચાણ થયું હતું.

આ પણ વાંચો : Gir Somnath: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થ બે વર્ષ પછી મહા શિવરાત્રિએ ભાવિકોથી ઉભરાશે

આ પણ વાંચો : ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, રશિયાની મદદ માટે કરવામાં આવી ટ્વીટ

g clip-path="url(#clip0_868_265)">