હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ, શોપિંગ સાથે પ્રકૃતિનો અદભુત અનુભવ
સુરતમાં પર્યાવરણ પ્રેમીઓ માટે મૉલ ઇન ગાર્ડનના સુંદર પ્રોજેક્ટનું થઈ રહ્યું છે નિર્માણ. સિટીલાઈટ વિસ્તારના આશીર્વાદ હાઈ સ્ટ્રીટ શોપિંગ સેન્ટરમાં બની રહ્યો છે પ્રોજેક્ટ. 4 લાખથી વધારે છોડ સાથે તૈયાર થઈ રહ્યો છે વેલી ઓફ ફ્લાવર ગણાતો પ્રોજેક્ટ. છ અલગ-અલગ પ્રકારના બગીચાઓ આ મૉલની સૌથી મોટી ખાસિયત બનશે.
હવે તમારે ફૂલોની ખીણ જોવા માટે કાશ્મીર જવાની જરૂર નહીં પડે. કારણ કે સુરતમાં એક સુંદર પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. સિટીલાઈટ વિસ્તારમાં આવેલા આશીર્વાદ હાઈ સ્ટ્રીટ શોપિંગ સેન્ટરમાં આ પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે. જેને આગામી સમયમાં સુરતની વેલી ઓફ ફ્લાવર તરીકે પણ ગણાવી શકાય. 4 લાખથી વધારે છોડ સાથે તૈયાર થઈ રહેલો આ પ્રોજેક્ટ પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. કારણ કે શોપિંગ સેન્ટરની આધુનિકતા અને અવનવા ફૂલો સાથે પ્રકૃતિનો સમન્વય પણ જોવા મળશે. છ અલગ-અલગ પ્રકારના બગીચાઓ આ મોલની સૌથી મોટી ખાસિયત છે. કારણ કે તેમાં ટેરેસ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન, વેલી ઓફ ફ્લાવર્સ, ઓર્કિડ ગાર્ડન, ટ્રોપિકલ ગાર્ડન, ઈન્ડોર અને બેઝમેન્ટ ગાર્ડનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ગાર્ડનની જુદી-જુદી ખાસિયતો છે. જેથી આગામી સમયમાં લોકો મોલમાં શોપિંગની સાથે પ્રકૃતિની સુંદરતા પણ માણી શકશે.
આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા મહેન્દ્ર રાઠીએ જણાવ્યું હતું કે, આ 6 માળનું શોપિંગ સેન્ટર છે, જેમાં 4 માળ શોપિંગ માટે અને 2 માળ ફૂડ અને મનોરંજન માટે ફાળવવામાં આવ્યા છે. મલ્ટીપ્લેક્સ, ફૂડ કોર્ટ, ગેમ ઝોન અને કાફે જેવી સુવિધાઓની સાથે અહીં પ્રકૃતિને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે.
ગુજરાતના અલગ અલગ જિલ્લાના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો